Seventh Day School Case: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે અને ડીઈઓ દ્વારા સ્કૂલની ગંભીર બેદકારીનો રિપોર્ટ અપાયાને પણ સપ્તાહ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી સરકાર સ્કૂલ સામે કાર્યવાહીને લઈને અનિર્ણિત છે. એટલું જ નહીં સેવન્થ ડે સ્કૂલને આઈસીએસઈ બોર્ડના જોડાણ માટે અપાયેલી એનઓસી ક્યારે અપાઈ હતી તેમજ કેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને તે સહિતની પણ કોઈ તપાસ થઈ નથી. આ સ્કૂલમાં ગુજરાત બોર્ડ હેઠળ ધોરણ 11-12 પણ ચાલે છે, પરંતુ તે માટે પણ નોટિસ આપવા સહિતની કોઈ કાર્યવાહી હજુ થઈ નથી.
શિક્ષણ વિભાગ દ્વારા કાઉન્સિલને કોઈ પત્ર લખાયો નથી
સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસ બાદ શિક્ષણ વિભાગને રિપોર્ટ કરી દેવામા આવ્યો હતો. જેમાં ડીઈઓ દ્વારા સ્પષ્ટ લખવામા આવ્યુ હતુ કે સ્કૂલની ગંભીર બેદકારી સામે આવી છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને સારવાર માટે કે હોસ્પિટલ લઈ જવા માટે કોઈ તાકીદની કામગીરી કરાઈ ન હતી. આ રિપોર્ટ આપ્યાને એક સપ્તાહ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા સ્કૂલને દંડ કરવાથી માંડી એનઓસી રદ કરવાની કે અન્ય કોઈ પણ બાબતની કાર્યવાહી નિર્ણય લેવાયો નથી. એબીવીપી દ્વારા ડીઈઓ કચેરીમાં સ્કૂલ બંધ કરવાની માંગણી સાથે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો, ત્યારે સ્કૂલ બંધ કરવાની વાત તો દૂર સ્કૂલના આઈસીએસઈ બોર્ડના જોડાણને લઈને પણ હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા કાઉન્સિલને કોઈ પત્ર લખાયો નથી.
આ પણ વાંચો: ‘કોમનવેલ્થ-2030’ માટે અમદાવાદની યજમાનીનો માર્ગ હવે વધુ મોકળો, કેબિનેટની મંજૂરી
વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ ટોળાની તોડફોડ અને ભારે આક્રોશ-વિરોધની સ્થિતિને લઈને શિક્ષકો-સ્ટાફમાં ડર હોવાથી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થઈ શક્યું નથી તેમજ સ્કૂલ સંચાલક પણ રૂબરૂ એવી શકે તેમ ન હોઈ તેઓને સાંભળવા સમય આવશે. હાલ તો તમામ કાર્યવાહી ડીઈઓ લેવલથી જ થઈ રહી છે. ડીઈઓ દ્વારા બે વખત સ્કૂલને શો કોઝ નોટિસ અપાઈ હતી. મેનેજમેન્ટને આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દેવા આદેશ કરાયો છે. પરંતુ જો તમામ કાર્યવાહી ડીઈઓએ જ કરવાની હોય તો શિક્ષણ વિભાગને તપાસ રિપોર્ટ કેમ અિપાય છે.
આ એક્ટનાનિ ભંગ બદલ ફીથી લઈને અન્ય સામાન્ય બેદરકારી કે ગેરરીતિ માટે પણ સ્કૂલને દંડ કરાય છે, ત્યારે સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં સ્કૂલની મોટી અને ગંભીર બેદકારી છે. છતાં કેમ નિષ્ક્રિયતા કે ઉદાસીનતા દાખવવામા આવી રહી છે તેવી ફરિયાદો વાલીઓમાં ઊઠી છે. આ ઉપરાંત સેવન્થ ડે સ્કૂલમાંથી 70 વાલીએ પ્રવેશ ટ્રાન્સફરની ઈચ્છા વ્યક્ત કરી છે. એક સાથે આટલા બધાં વિદ્યાર્થીઓ પણ જો પ્રવેશ રદ કરાવતા હોય તો સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાશે કે નહીં?