Mohan Bhagwat Big Statement: રાજનેતાઓએ 75 વર્ષ થતા જ પદ છોડવું જોઈએ કે નહીં, આ સવાલનો સંઘ પ્રમુખ મોહન ભાગવતે જવાબ આપ્યો. મોહન ભાગવતે કહ્યું કે, મેં ક્યારે નથી કહ્યું કે, મારે પદ છોડવું જોઈએ કે બીજા કોઈએ પદ છોડવું જોઈએ. જે દિવસે મને કહેવામાં આવશે, જાઓ શાખા ચલાવો, હું ચાલ્યો જઈશ. તેની સાથે જ ભાગવતે એ તમામ અટકળો પર વિરામ લગાવ્યો જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ રિટાયર થઈ રહ્યા છે કે આરએસએસ ભાજપમાં કોઈ બીજા પર રિટાયર થવાનું દબાણ કરી રહ્યા છે.
મોહન ભાગવતે કહ્યું કે, ‘સંઘમાં અમને કામ આપવામાં આવે છે, ભલે અમે ઇચ્છીએ કે ન ઇચ્છીએ. જો હું 80 વર્ષનો પણ થઇ જાઉં અને મને શાખા સંચાલિત કરવા માટે કહેવામાં આવે, તો મારે જવું જ પડશે. અમે એજ કરીએ છીએ જે સંઘ કહે છે. જે પણ કહેવામાં આવશે, તે થશે. હું સરસંઘચાલક છું, પરંતુ શું તમને લાગે છે કે માત્ર હું જ સરસંઘચાલક હોઈ શકું? આ કોઈ માટે રિટાયરમેન્ટનો મામલો નથી.’
ભાજપ અધ્યક્ષ ચૂંટણી પર બોલ્યા મોહન ભાગવત
ભાજપ અધ્યક્ષ ચૂંટણી પર મોહન ભાગવતે કહ્યું કે, ‘એ બની જ ન શકે કે બધુ સંઘ નક્કી કરે છે. હું 50 વર્ષથી શાખા ચલાવી રહ્યો છું. તેઓ કેટલાક વર્ષથી રાજ્ય ચલાવી રહ્યા છે. મારી વિશેષતાઓ તે જાણે છે, હું તેમની જાણું છું. આ મામલે સલાહ આપી શકાય છે, પરંત નિર્ણય તે ફીલ્ડમાં તેમનો છે અને આ ફીલ્ડમાં અમારો છે. એટલા માટે અમે નક્કી નથી કરતા. અમે નક્કી કરતા હોત તો શું આટલો સમય લાગ્યો હતો? અમે નક્કી નથી કરતા.’
આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા
ભૈયાજી દાણીનું ઉદાહરણ આપીને સમજાવ્યું
સંઘ પ્રમુખે ભૈયાજી દાણીનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, ‘ભૈયાજી દાણી લાંબા સમય સુધી સંઘના કાર્યવાહ રહ્યા. અહીં આવ્યા બાદ સમગ્ર સમય આપવો પડે છે. તેની સ્થિતિ એવી હતી કે ઘર ગૃહસ્થી સારી ચાલી રહી હતી, તેઓ ફરી શકતા હતા. સંઘને સમય આપી શકતા હતા. અમે સંપૂર્ણ સમય આપીએ છીએ, એટલા માટે અમારા પર વધુ કાર્યભાર નાખવામાં આવે છે. અમે સ્વયંસેવકોના મજદૂર છીએ.’
મહાકુંભમાં ન જવા પર પણ જવાબ આપ્યો
મહાકુંભમાં ન જવાને લઈને સવાલ પૂછવામાં આવ્યો. જેના પર મોહન ભાગવતે કહ્યું કે, ‘અમને જ્યાં કહેવામાં આવે છે ત્યાં જઈએ છીએ. મહાકુંભમાં મેં તારીખ કાઢી હતી, પરંતુ ત્યાં અમારા લોકો હતા. ત્યાં સંઘ હતું. પરંતુ હું નહોતો. મને કહેવામાં આવ્યું કે, ત્યાં ભીડ રહેશે. મારા માટે કૃષ્ણગોપાલજીએ જળ મોકલ્યું. મેં મૌની અમાસના દિવસે તે જળથી સ્નાન કર્યું. સંઘે અમને કહ્યું અને મન તે કાર્યથી વંચિત રહી ગયું. સંઘ અમને કહેશે કે નર્કમાં જાઓ તો હું જઈશ.’
ત્રણ બાળકો પેદા કરવા જોઈએ: મોહન ભાગવત
મોહન ભાગવતે દેશની જનસંખ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘જરૂરી જનસંખ્યા માટે પરિવારમાં ત્રણ બાળકો હોવા જોઈએ. જો ત્રણ બાળકો હશે, તો માતા-પિતા અને બાળકોનું સ્વાસ્થ્ય પણ બરાબર રહેશે. દેશના હિસાબથી ત્રણ બાળકો યોગ્ય છે. ત્રણથી વધુ આગળ વધવાની જરૂર નથી.’
ભાજપ-આરએસએસ વચ્ચે કોઈ ઝઘડો નહીં: મોહન ભાગવત
મોહન ભાગવતે કહ્યું કે, ‘અમારો તમામ સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર, બંને સાથે સારો સંબંધ છે, પરંતુ કેટલીક વ્યવસ્થાઓ એવી પણ છે જેમાં કેટલાક આંતરિક વિરોધાભાસ છે. કુલ મળીને વ્યવસ્થા એજ છે, જેનો આવિશ્કાર અંગ્રેજોએ શાસન કરવા માટે કર્યો હતો. એટલા માટે આપણે કેટલાક ઇનોવેશન કરવા પડશે.
આ પણ વાંચો: ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ ગાંધી
ભલે ખુરશી પર બેઠેલ વ્યક્તિ આપણા માટે સંપૂર્ણ રીતે સમર્પિત હોય, તેને એ કરવું જ પડશે અને તે જાણે છે કે તેમાં શું મુશ્કેલીઓ છે. એવું પણ કરી શકે છે અને ન પણ. આપણે તેને એ સ્વતંત્રતા આપવી પડશે, ક્યાંય કોઈ ઝઘડો નથી. આપણા દેશનું શિક્ષણ ખૂબ લુપ્ત થઈ ગયું અને નવી શિક્ષણ પદ્ધતિ લવાઈ કારણ કે આપણે તે શાસનકર્તાઓના ગુલામ હતા. આ દેશ પર તેમને રાજ કરવું હતું. વિકાસ નહોતો કરવો. તેમણે દેશમાં રાજ કરવા માટે તમામ સિસ્ટમ બનાવી.’