વર્ષ 2022માં પાણીના નિકાલ બાબતે ઝઘડો કરી ખૂની ખેલ ખેલ્યો હતો
હત્યારા આરોપીના પત્નીને પણ એક વર્ષની સજા અને રોકડનો દંડ ફટકારવામાં આવ્યો
રાજુલા: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બલાણા ગામે ત્રણેક વર્ષ પૂર્વે પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતમાં દંપતીએ ઝઘડો કરી એક મહિલાની હત્યા કર્યાના કેસમાં શખ્સને ઉમ્રકેદ અને તેના પત્નીને એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.
બલાણા ગામે વર્ષ ૨૦૨૨માં કાના ડાયાભાઈ સોલંકી અને લક્ષ્મીબેન ડાયાભાઈ સોલંકીએ પાણીના નિકાલ બાબતે ભાનુબેન મેઘાભાઈ બારૈયા નામના મહિલા સાથે બોલાચાલી-ઝઘડો કરી ખૂની ખેલ ખેલ્યો હતો. જે બનાવ અંગે મૃતકના પતિએ બન્ને સામે હત્યા, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે દંપતીની ધરપકડ કરી હતી.