મુંબઈ : બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંકના પ્રથમ એક શેર દીઠ એક શેર બોનસ આપવાના નિર્ણય અને અપેક્ષાથી સારા પરિણામ તેમ જ આઈસીઆઈસીઆઈ બેંકના પણ પોઝિટીવ રિઝલ્ટ આકર્ષણે આજે ફંડોએ શેરોમાં તેજી કરી હતી. બેંકિંગ શેરોની આગેવાનીએ થયેલી આ તેજી સાથે ફંડોએ કેપિટલ ગુડઝ શેરો અને મેટલ-માઈનીંગ શેરો સાથે ઓટોમોબાઈલ શેરોમાં ખરીદી કરતાં તેજીને વેગ મળ્યો હતો. ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોની આજે આક્રમક તેજીના પરિણામે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ફરી ૨૫૦૦૦ની સપાટી ક્રોસ કરીને અંતે ૧૨૨.૩૦ પોઈન્ટ વધીને ૨૫૦૯૦.૭૦ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૪૨૨.૬૧ પોઈન્ટ વધીને ૮૨૨૦૦.૩૪ બંધ રહ્યો હતો.
એચડીએફસી બેંક બોનસ આકર્ષણે વધીને રૂ.૨૦૦૦ : આઈસીઆઈસીઆઈ, કેપિટલ સ્મોલ, નોર્થન વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ત્રિમાસિક પરિણામો તેમ જ શેરધારકોને એચડીએફસી બેંક દ્વારા પ્રથમ એક શેર દીઠ એક શેર બોનસ આપવાનું જાહેર થવાના આકર્ષણે અને આઈસીઆઈસીઆઈ બેંક સહિતના સારા પરિણામે ફંડો લેવાલ રહ્યા હતા. એચડીએફસી બેંક રૂ.૪૨.૮૦ વધીને રૂ.૨૦૦૦.૨૦, આઈસીઆઈસીઆઈ બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૧૫.૫ ટકા વધીને રૂ.૧૨,૭૬૮ કરોડ થતાં શેરમાં લેવાલીએ રૂ.૩૯.૩૫ વધીને રૂ.૧૪૬૫.૮૫, આઈડીએફસી બેંક રૂ.૭૪.૦૧, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૩.૯૦ વધીને રૂ.૨૧૬૪.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૦૪.૧૮ પોઈન્ટ ઉછળીને ૬૩૫૪૫.૫૪ બંધ રહ્યો હતો.
ફાઈનાન્સ શેરોમાં કેપિટલ સ્મોલ ફાઈ., નોર્થન આર્ક, ટાટા ઈન્વેસ્ટમેન્ટ, સેન્ટ્રમ, યુટીઆઈ એએમસીમાં તેજી
ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં પણ ફંડો લેવાલ રહ્યા હતા. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૧૫.૩૫ વધીને રૂ.૩૨૪.૭૦, નોર્થન આર્ક કેપિટલ રૂ.૧૨.૪૦ વધીને રૂ.૨૬૯.૬૫, ટાટા ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૧૬.૬૫ વધીને રૂ.૬૭૫૯.૨૫, સેન્ટ્રમ કેપિટલ રૂ.૧.૧૫ વધીને રૂ.૪૦.૫૧, યુટીઆઈ એએમસી રૂ.૩૮.૮૦ વધીને રૂ.૧૪૭૧.૨૦, એબીએસએલ એએમસી રૂ.૨૩.૨૦ વધીને રૂ.૮૮૭.૩૫, એબી કેપિટલ રૂ.૬.૪૫ વધીને રૂ.૨૭૦.૭૦, મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સ રૂ.૨૨.૦૫ વધીને રૂ.૯૩૩.૨૫, પોલીસી બાઝાર રૂ.૪૧.૦૫ વધીને રૂ.૧૮૦૪.૨૦, આધાર હાઉસીંગ રૂ.૧૧.૭૦ વધીને રૂ.૫૧૬.૫૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આક્રમક તેજી : જયોતી સીએનસી, અપાર, એબીબી ઈન્ડિયા, કમિન્સ ઉછળ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક તેજી કરી હતી. જ્યોતી સીએનસી રૂ.૫૩.૮૫ વધીને રૂ.૧૦૭૫.૨૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૬૧ વધીને રૂ.૯૨૫૬.૨૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૮૫ વધીને રૂ.૫૮૩૬.૨૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૮૩.૧૫ વધીને રૂ.૩૬૧૮.૨૦, સુઝલોન એનજીૅ રૂ.૧.૩૪ વધીને રૂ.૬૬.૪૧, સીજી પાવર રૂ.૧૨.૯૫ વધીને રૂ.૬૮૦.૫૫, ભેલ રૂ.૪.૧૫ વધીને રૂ.૨૫૪.૬૫, ટીમકેન રૂ.૪૯.૪૦ વધીને રૂ.૩૪૯૦.૭૫, ટીટાગ્રહ રૂ.૧૨.૦૫ વધીને રૂ.૯૩૭.૮૫, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૬.૮૦ વધીને રૂ.૩૯૭૦.૯૫, ઝેનટેક રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૯૦૩.૯૦, પાવર ઈન્ડિયા રૂ.૧૮૯.૪૦ વધીને રૂ.૧૯,૨૫૫.૫૦, સિમેન્સ રૂ.૨૮.૭૦ વધીને રૂ.૩૧૫૪.૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૩૪.૯૨ પોઈન્ટ વધીને ૭૧૧૩૫.૫૩ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફંડો ફરી તેજીમાં : અમરા રાજા એનજીૅ, એક્સાઈડ, મહિન્દ્રા, બજાજ, ટાટા મોટર્સ ઉંચકાયા
ચોમાસાની સારી પ્રગતિ અને ટેસ્લાના ભારતમાં આગમન સાથે ઈલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે બેટરીઝની માંગ વધવાની સાથે ઈલેક્ટ્રિક વાહનો ક્ષેત્રે હરિફાઈ તીવ્ર બનવાની અપેક્ષા અને તહેવારોની સીઝન શરૂ થઈ રહી હોઈ વાહનોના વેચાણમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. અમરા રાજા એનજીૅ એન્ડ મોબિલીટી રૂ.૨૬.૧૫ વધીને રૂ.૧૦૦૩.૪૫, અશોક લેલેન્ડ રૂ.૨.૫૫ વધીને રૂ.૧૨૪.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૨.૩૦ વધીને રૂ.૩૨૪૬.૪૦, એક્સાઈડ રૂ.૪.૮૫ વધીને રૂ.૩૮૯.૨૦, બજાજ ઓટો રૂ.૯૫.૨૦ વધીને રૂ.૮૪૩૯.૪૫, ટાટા મોટર્સ રૂ.૭.૧૫ વધીને રૂ.૬૮૭.૩૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭.૫૦ વધીને રૂ.૨૭૭૩, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૧૪.૨૦ વધીને રૂ.૨૧૩૪.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૫૩.૫૯ પોઈન્ટ વધીને ૫૩૮૨૯.૨૮ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં ફંડોની સિલેક્ટિવ તેજી : લોઈડ્સ મેટલ, નાલ્કો, જિન્દાલ સ્ટેનલેસ, હિન્દુસ્તાન ઝિંક વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ તેજી રહી હતી. લોઈડ્સ મેટલ રૂ.૫૭.૭૦ વધીને રૂ.૧૫૨૯.૩૫, નાલ્કો રૂ.૬.૯૦ વધીને રૂ.૧૯૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૧.૨૫ વધીને રૂ.૬૯૭.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૯.૦૫ વધીને રૂ.૪૪૪.૬૫, વેદાન્તા રૂ.૮.૧૦ વધીને રૂ.૪૫૩.૮૦, એપીએલ અપોલો રૂ.૨૮.૫૦ વધીને રૂ.૧૬૯૪.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૦૯.૭૭ પોઈન્ટ વધીને ૩૧૭૬૯.૬૮ બંધ રહ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સારા પરિણામ છતાં રૂ.૪૯ ઘટીને રૂ.૧૪૨૮ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, ગેઈલ ઈન્ડિયા ઘટયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રેકોર્ડ ત્રિમાસિક ઈબીટા અને ચોખ્ખો નફો નોંધાવ્યા છતાં હાલ તુરત રિટેલ બિઝનેસ કે જિયો ટેલીકોમ બિઝનેસના વેલ્યુ અનલોકિંગનો કોઈ સંકેત નહીં હોઈ ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કરતાં શેર રૂ.૪૮.૬૫ ઘટીને રૂ.૧૪૨૮.૨૦ રહ્યો હતો. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧.૮૦ ઘટીને રૂ.૨૧૩.૨૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૧૫ ઘટીને રૂ.૧૮૪.૧૫, ઓએનજીસી રૂ.૧.૩૦ ઘટીને રૂ.૨૪૫.૦૫ રહ્યા હતા.
આઈટી શેરોમાં કેસોલ્વસ રૂ.૫૨ તૂટી રૂ.૩૪૦ : કંટ્રોલ પ્રિન્ટ, ક્વિક હિલ, ઝેગલ, વિપ્રો, ન્યુજેનમાં વેચવાલી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે એકંદર વેચવાલી રહી હતી. કેસોલ્વસ ઈન્ડિયાનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૨૮.૧૬ ટકા ઘટીને રૂ.૬.૪૩ કરોડ થતાં શેર રૂ.૫૧.૯૦ તૂટીને રૂ.૩૪૦.૪૦, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૭૯.૧૦ ઘટીને રૂ.૭૯૦.૮૦, ક્વિક હિલ રૂ.૨૪.૬૦ ઘટીને રૂ.૩૪૯.૮૫, ન્યુજેન રૂ.૪૫.૮૦ ઘટીને રૂ.૯૧૭.૦૫, ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૪૦૪.૯૦, વિપ્રો રૂ.૬.૫૦ ઘટીને રૂ.૨૬૦.૪૦, ન્યુક્લિયસ રૂ.૨૩.૧૦ ઘટીને રૂ.૧૦૮૨.૪૫, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૧.૩૦ ઘટીને રૂ.૬૧૯.૧૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું વ્યાપક પ્રોફિટ બુકિંગ : ૨૨૬૪ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મોટું પ્રોફિટ બુકિંગ કરતાં ઘણા શેરોમાં નરમાઈએ માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૨૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૯૨ અને ઘટનારની સંખ્યા ૨૨૬૪ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૬૮૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૫૭૮ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૧૬૮૧.૨૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૦,૮૨૩.૬૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૫૦૪.૯૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૫૭૮.૪૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૭૯૩.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૨૧૫.૪૩કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૫૨ લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૮૯ લાખ કરોડ
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સામે સ્મોલ, મિડ કેપના ઘણા શેરોમાં વેચવાલી છતાં ઈન્ડેક્સ બેઝડ અને એ ગુ્રપના શેરોમાં આકર્ષણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં મર્યાદિત રૂ.૧.૫૨ લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૮૯ લાખ કરોડ રહ્યું હતું.