Bharuch Crime : અંકલેશ્વર ગામની એશિયન પેઈન્ટ્સ કંપનીનો રૂ.92 હજારની ઉપરાંતની કિંમતનો રો મટીરીયલનો જથ્થો રસ્તામાં સગેવગે કરનાર બે ગાડી ચાલક વિરુદ્ધ કંપનીએ ફરિયાદ નોંધાવી હતી.
મૂળ હરિયાણાના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા કમલભાઈ જોશી એશિયન પેઇન્ટ્સ કંપનીમાં સિક્યુરિટી એચ.આર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, અમારી કંપનીએ મુંબઈની કંપનીમાંથી રો-મટીરીયલ મંગાવ્યું હતું. ગઈ તા.21 ઓગસ્ટના રોજ બે ગાડી અમારી કંપનીમાં ડિલિવરી આપવા માટે આવી હતી. જેમાં બને ગાડીનું વજન કરતા એકમાં 460 અને બીજીમાં 490 કિલ્લો વજન ઓછું જણાઈ આવ્યું હતું. તપાસ કરતા ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવએ રૂ.92,150 ની કિંમતનો રો-મટીરીયલ (ટર્પેન્ટાઈન ઓઇલ)નો જથ્થો સગેવગે કરી નાખ્યો હોવાની વિગતો સપાટી પર આવી હતી. ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બંને ગાડી ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.