– કોંગ્રેસે જનતાનું બજેટ વધાર્યું, અમે ઘટાડયું : મોદી
– જીએસટીમાં સુધારા દેશના જીવંત અર્થતંત્રમાં પંચરત્ન સમાન, વિકાસ અને આત્મનિર્ભર ભારતને બળ મળશે : પીએમ મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે જીએસટીમાં વ્યાપક સુધારાની જાહેરાત કરી હતી અને જીએસટી પરિષદે બુધવારે આ સુધારાઓને મંજૂરી આપી દીધી છે ત્યારે પરિષદના નિર્ણયને આવકારતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વૈશ્વિક સ્થિતિમાં ભારતને યોગ્ય સ્થાન અપાવવું હોય તો સમય સાથે પરિવર્તન જરૂરી છે. વધુમાં જીએસટીમાં સુધારાથી સૌથી વધુ લાભ મહિલાઓને એટલે કે માતૃશક્તિને થવાનો હોવાથી માતૃશક્તિના પર્વ નવરાત્રીના પહેલા નોરતાથી જ જીએસટીમાં સુધારાનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.
જીએસટીમાં સુધારા અંગે પરિષદના નિર્ણયના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સમય પર ફેરફાર વિના આપણે આપણા દેશને આજની વૈશ્વિક સ્થિતિમાં તેનું યોગ્ય સ્થાન અપાવી શકીશું નહીં.