Lucknow Gangrape Incident: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્તારમાં એક શરમજનક ઘટના બની છે. અહીં, બક્ષી કા તળાવ વિસ્તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ 14 વર્ષની છોકરી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે જણાવ્યું કે આ ઘટના ગુરુવાર રાતની છે. પીડિતા પોતાના ઘરેથી નીકળી હતી ત્યારે આરોપી યુવકોએ તેનું અપહરણ કરી તેને ગાડીમાં બેસાડી લીધી હતી. આરોપીઓ છોકરીને જંગલમાં લઈ ગયા, જ્યાં ચારેય યુવકોએ તેના પર દુષ્કર્મ આચર્યું.
લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત
પીડિતાના પિતાએ શુક્રવારે સવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી શિવા સિંહ, રાજ અને અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપીઓને પકડવા માટે દરોડા પાડી રહી છે.
ચાર નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું
પીડિત છોકરી ગ્રામીણ વિસ્તારમાં રહે છે. ગુરુવારે સાંજે તે ઘરની નજીક ફરી રહી હતી, ત્યારે ચાર યુવકો ત્યાં આવ્યા. તેઓએ છોકરીનું અપહરણ કરી તેને એક ગાડીમાં બેસાડી દીધી. આરોપીઓ તેને બક્ષી કા તળાવ વિસ્તારના જંગલમાં લઈ ગયા, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું અને છોકરીને બેભાન અવસ્થામાં છોડીને ભાગી ગયા.
આ પણ વાંચો: મોદી સરકારના નિર્ણય સામે RSS સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો, પાછો ખેંચવા માગ
મોડી રાત સુધી છોકરી ન મળતાં તેના પરિવારજનો ચિંતિત થયા. તેમણે ઘણી શોધખોળ કરી ત્યારે છોકરી જંગલ નજીક બેભાન અવસ્થામાં મળી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
આ પછી, પરિવારે બક્ષી કા તળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપી શિવા સિંહ અને રાજ સહિત બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને લોકોની પૂછપરછ કરી રહી છે.