વડોદરા,અલકાપુરી વિંગ્સ વિલામાં દારૃની પાર્ટી કરતા પિતા, પુત્ર સહિત ત્રણને અકોટા પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે અકોટા વિસ્તારમાંથી મોડીરાતે દારૃનો નશો કરીને જતા કાર ચાલકને પણ પોલીસે ઝડપી પાડયો હતો.
અકોટા ચાર રસ્તાથી ગાય સર્કલ તરફ જતા રોડ પર ગઇકાલે રાતે એક કાર ચાલક પૂરઝડપે પોતાની કાર વાંકી ચૂંકી ચલાવતો જતો હોઇ પોલીસે તેને અટકાવી હતી. કાર ચાલકે પોતાનું નામ ઠાકોરભાઇ સોમાભાઇ ગોહિલ (રહે. દેવ નગર, સૈયદ વાસણા રોડ) હોવાનું જણાવ્યું હતું. જેથી, પોલીસે કાર કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, અકોટા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલકાપુરી વિશ્વાસ કોલોની સાંનિધ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગ નજીકથી (૧) વરૃણ ઉમેશભાઇ શાહ (૨) ઉમેશ બળદેવભાઇ શાહ ( બંને રહે. વિંગ્સ વિલા, અલકાપુરી) તથા (૩) શ્રીકાંત જયરાજભાઇ પિલ્લે (રહે. એસ.વી.એસ. લક્ષ્મીપુરા ન્યૂ અલકાપુરી રોડ) ને નશાની હાલતમાં ઝડપી પાડયા હતા.