Jamnagar Court : જામનગરમાં શિવ એન્ટરપ્રાઈઝના નામથી ધંધો કરતા નરેન્દ્રકુમાર નાથાલાલ ગંઢા પાસેથી વેપારી નીખીલ મુકેશભારથી ગોસ્વામી દ્વારા રૂા.1,20,000 ની લોન મેળવી હતી. જે લોનનો રકમનો પરત ચુકવણી માટે ચેક આપવામા આવ્યો હતો. જે ચેક બેંકમાંથી પરત ફરતા જામનગરની અદાલતમાં કેસ દાખલ કરવમાં આવ્યો હતો.
જે કેશ જામનગર એડીશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ એમ.ચાર.લાલવાણીની અદાલતમાં ચાલી જતા અદાલત દ્વારા આરોપી એવા વેપારી નિખિલ મુકેશભારથી ગોસ્વામીને એક વરસની સાદી કેદની સજા તથા રૂા.1,20,000 દંડનો હુકમ કર્યો હતો. જો દંડની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો પણ હુકમ કરેલ છે.