– કારમાં સવાર બે મહિલાને ગંભીર ઈજા
– મહારાષ્ટ્રના સતારાનો પરિવાર કાર લઈને રોહિશાળા ગામે કાંસાનો ઘડો લેવા માટે આવતો હતો ત્યારે અકસ્માત
ધંધુકા : મહારાષ્ટ્રના સતારા તાલુકાનો પરિવાર કાર લઈને રોહિશાળા ગામે કાંસાનો ઘડો લેવા માટે નિકળ્યા હતા તેવામાં ધંધુકા-બગોદરા હાઈવે પરના રાયકા ગામ નજીક કાર સાથે અથડાતા સાળા-બનેવી મોત નીપજ્યા હતા, જ્યારે બે મહિલાને ઈજા થઈ હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના સતારા તાલુકાના વડુથ ગામે રહેતા અને પતિના આયુર્વેદિક ક્લિનિકમાં આસિસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મેધાબેન ઉત્તમનિવૃતિભાઇ બોડકે તથા પતિ ઉત્તમ નિવૃતિ બોડકે તથા મારા મુંહબોલા ભાઈ સંજય નંદકુમાર ગોડસે, સવિતાબેન બચુભાઇ સાથળીયા ગઈ તા.૨૯ માર્ચ ૨૦૨૫ના રોજ કાર નંબર એમએચ-૧૨-સીડી-૭૭૩૮ લઈને રોહીશાળા ગુજરાત કાંસાના ઘડો લેવા માટે નિકળ્યા હતા અને રાયકા ફાટક આગળ ધંધુકા તરફ જતા હતા. તે વખતે કાર નંબર જીજે-૩૮-બી-૪૩૮૭ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા ઉત્તમ નિવૃતિભાઇ તથા સંજયભાઈનું સ્થળ પર મોત નિપજ્યું હતું અને ઇજાગ્રસ્ત સવિતાબેન અને મેઘાબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મઘાબેને કાર ચાલક વિરૂધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.