– પાટડીમાં આગના બે બનાવમાં જાનહાની ટળી
– વિસાવડી ગામે વણકારવાસમાં વાડામાં આગ લાગતા નુકસાન
સુરેન્દ્રનગર : પાટડી તાલુકામાં અલગ-અલગ બે જગ્યાએ આગ લાગવાનો બનાવ બન્યા હતા. સદ્દનસીબે બન્ને બનાવમાં કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ ઘરવખરી સહિતનો સામાન બળી જતા નુકસાન પહોંચ્યું હતું.
પાટડીના વેલનાથ નગર વિસ્તારમાં ઠાકોર રૂપસિંહભાઈના ઘેર અચાનક કોઈ કારણોસર ગેસ લીકેજ થવાથી આગ લાગી હતી. આગ ગણતરીની મીનીટોમાં ઘરમાં પ્રસરી જતા ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ જતા નુકસાન પહોંચ્યું હતું. સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોત. જ્યારે બીજા બનાવમાં પાટડીના વિસાવડી ગામે વણકરવાસના નાકે વાડામાં આગ લાગી હતી. પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિ લોકોએ પાણીનો ટાંકો લાવી આગને બુઝાવવાની કામગીરી હાથધરી હતી તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમને પણ ઘટના સ્થળે બોલાવતા આગને બુઝાવવાના પ્રયાસો હાથધર્યા હતા. આ બનાવને પગલે લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા. જોકે બંને આગના બનાવમાં સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો.