સુરતમાં આજે વરસાદી વાતાવરણ વચ્ચે સુરતીઓમાં સ્વસ્થ જીવન જીવવા શહેરીજનોમાં જાગૃતતા આવે તે માટે સન્ડે ઓન સાયકલ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ, વાય જંકશન અને ત્યાંથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી સાયક્લોથોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયક્લોથોન પુરી થયા બાદ સ્વસ્થ જીવન જીવવા માટે સાયક્લોથોન-રપમાં સહભાગી થયેલ તમામ સાયકલીસ્ટ અને હાજર મહાનુભવોએ શપથ ગ્રહણ કર્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સાથે સાથે ભારતના રમતગમતના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગત સુરત સહિત સમગ્ર દેશમાં લોકો ફીટ, તંદુરસ્ત રહે અને રમત-ગમત ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરુપે હર ગલી, હર મૈદાન, ખેલે સારા હિન્દુસ્તાન અને ખેલે ભી અને ખીલે ભી થીમ અપનાવી રમગ -ગમતને પ્રોત્સાહન આપવામાં આવ્યો છે.