Bhadohi Acid Attack: ઉત્તર પ્રદેશના ભદોહીમાં એકતરફી પ્રેમમાં માથા ફરેલ આશિકે એક યુવતી પર એસિડ ફેંકી દીધુ. આરોપી યુવતીના લગ્ન નક્કી થઈ જવાથી નારાજ હતો. તે તેના લગ્ન તોડાવવા માગતો હતો. આ ઘટનાને અંજામ આપનાર યુવકની પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી લીધી છે. બીજી તરફ યુવતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ચાલો જાણીએ આખી સ્ટોરી.
આરોપીએ લગ્ન તોડાવવા માટે પ્લાનિંગ કર્યું
વાસ્તવમાં આ આખો મામલો ભદોહીના ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે જ્યાં આરોપી મુકેશ એક છોકરી સાથે એકતરફી પ્રેમમાં હતો જે તેની દૂરના સંબંધમાં ભાણેજ લાગતી હતી. તાજેતરમાં જ છોકરીના પરિવારે તેના લગ્ન નક્કી કર્યા હતા. મુકેશને આ વાતની જાણ થતાં જ તે ભડકી ઉઠ્યો. તે તેના લગ્ન તોડાવવા માટે પ્લાનિંગ કરવા લાગ્યો.
આરોપ છે કે, રવિવારે સવારે આરોપી મુકેશ છોકરીના ઘરે પહોંચ્યો. તે સમયે છોકરી સૂતી હતી. આ દરમિયાન મુકેશે બારીમાંથી છોકરી પર એસિડ ફેંક્યો અને ગાળો બોલવા લાગ્યો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર ગઈ ગયો. છોકરીના ચહેરા અને હાથ પર એસિડ પડતાં જ તે ચીસો પાડવા લાગી. અવાજ સાંભળીને પરિવારના સભ્યો આવ્યા અને તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં આંશિક રીતે દાઝી ગયેલી છોકરીની સારવાર કરવામાં આવી.
આરોપીની ઘાયલ અવસ્થામાં ધરપકડ
પરિવારના સભ્યોએ આ ઘટના અંગે પોલીસને ફરિયાદ કરી. ફરિયાદના આધારે પોલીસે મુકેશની તલાશ શરૂ કરી. આ દરમિયાન બાતમીદારની માહિતીના આધારે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુકેશે પોલીસ પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર પોલીસે સ્વ-બચાવમાં ચલાવેલી ગોળી તેના પગમાં વાગી હતી. જેના કારણે મુકેશની ઘાયલ અવસ્થામાં ધરપકડ કરી લેવામાં આવી. તેને સારવાર માટે ઔરાઈ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં એક પછી એક ત્રણ ભયાનક ભૂકંપ, 622ના મોત, 1000થી વધુ ઈજાગ્રસ્ત
આસમગ્ર મામલે એડિશનલ એસપી શુભમ અગ્રવાલે જણાવ્યું કે, આરોપી યુવકે એક તરફી પ્રેમમાં આ પગલું ભર્યું હતું. પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ સામાન્ય છે. તેને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.