India Earthquake : મ્યાનમાર, થાઇલૅન્ડ, પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લદ્દાખના લેહમાં ધરતી ધ્રૂજતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. લેહમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.2 આંકવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ લેહમાં સાંજે 5.38 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા છે.