અમદાવાદ, શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં લૂંટારુ તથા તસ્કર ટોળકીનો આતંક વધી રહ્યો છે, ધોળા દિવસે ચોરીને અંજામ આપી રહી છે. ખોખરા વિસ્તારમાં મણીનગર પૂર્વમાં રહેતી વિધવા મહિલા નોકરી ગઇ હતી જો કે મકાન અને તિજોરીને તાળું મારતા ન હતા જેનો લાભ લઇને અજાણી વ્યક્તિએ ખુલ્લી તિજોરીમાંથી રૃા. ૧.૨૦ લાખની મતાના સોનાના દાગીનાની ચોરી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુએ ચોરી કરી હોવાની શંકા આધારે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મહિલા નોકરી ગઇ અને તિજોરીમાંથી સોનાના દાગીનાની ચોરી,ખોખરા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો ઃ જાણભેદુ હોવાની શંકા આધારે તપાસ
ખોખરા વિસ્તારમાં મણીનગર રહેતી મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ અવસાન પામ્યા બાદ સંતાનો સાથે અહિંયા રહે છે ગત્ તા. ૦૨-૦૬-૨૫ના રોજ મકાનમાં અજાણી વ્યક્તિએ પ્રવેશીને ખુલ્લી તિજોરીના લોકરમાં મુકેલા સોનાના રૃા. ૧.૨૦ લાખની કિંમતના દાગીનાની ચોરી થઇ હતી.
જો કે મહિલા પાસે બીલ નહી હોવાથી બિલ મળ્યા બાદ ગુનો નોંધાવ્યો છે. ખોખરા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુએ ચોરી કરી હોવાની શંકા આધારે તે દિશામાં તપાસ હાથ ધરી છે.