વડોદરા,ગણેશ વિસર્જન યાત્રામાં ગરબા રમતી બે કિશોરીઓને ગંદા ઇશારા કરી હેરાન કરતા બે આરોપીઓને ગોરવા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઇકાલે મોડીરાતે ગોરવા પંચવટી સર્કલ નજીકથી પસાર થતી ગણેશ વિસર્જન યાત્રામાં સામેલ લોકો ગરબા રમતા હતા. ૧૪ વર્ષની કિશોરી તથા તેની પાડોશમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી ગરબા રમતી હતી. તે દરમિયાન રિક્ષામાં આવેલા બે આરોપીઓ ગંદા ઇશારા કરી છેડતી કરતા હતા. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી આરોપી પંકજગીરી હરકેશગીરી (રહે. ઇન્દિરા નગર, પંચવટી, ગોરવા) તથા શિવમ મનોજગીરી (રહે. કરોડિયા સિકોતરધામ, કરોડિયા)ની ધરપકડ કરી છે.