– વારંવાર ટ્રાફિકજામથી લોકોને ભારે હાલાકી
– ચાલક કાબૂ ગુમાવતા વાહન અકસ્માતો વધ્યા : જીવનું જોખમ છતાં તંત્રના આંખ આડા કાન
બગોદરા : અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ રોડ-રસ્તાઓની હાલત દયનિય બની છે. ખાસ કરીને, સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર-ઠેર મોટા ખાડા અને ગાબડાં પડયા છે. ત્યારે વાહન ચાલકો ભારે હાલાકીમાં મૂકાયા છે.
બગોદરા હાઈવે ઉપર મોટા ખાડાં પડી જવાના કારણે ચાલકો વાહન પરનો કાબૂ ગુમાવતા વાહનો પલડી જાય છે. અકસ્માતમાં વાહનોને નુકસાન થવા સાથે ચાલકોને ગંભીર ઈજા થવા સાથે મોતનું જોખમ રહેલું છે. અકસ્માતોના કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિકજામની સમસ્યાથી વાહનો સાથે ચાલકો કલાકો સુધી અટવાઈ રહે છે.
હાઈવે પરના મુખ્ય રસ્તા ઉપરાંત સવસ રોડ પણ બિસ્માર હોવાથી છે. ઘણા પુલ પર પણ ગાબડાં પડયા છે. બિસ્માર રોડ હોવા છતાં રોડ તંત્ર આંખ આડા કાન કરી ખાડાંઓ પૂરવાની કામગીરી નહીં કરતા લોકો કફોડી હાલતમાં મૂકાયા છે.
અકસ્માતો બાદ વાહન ચાલકોને મદદ કરવા માટે બગોદરા પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બહાર કઢાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.