અમદાવાદ,મંગળવાર,1 એપ્રિલ,2025
અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં વધારા સાથે ચંડોળા વિસ્તારમાં
નવ સહીત શહેરમાં કોલેરાના કુલ બાર કેસ નોંધાયા છે. નરોડા,બહેરામપુરા ઉપરાંત
લાંભા વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો છે.
માર્ચ મહીનામાં શહેરમા પાણીજન્ય એવા ઝાડા ઉલટીના ૭૨૪, ટાઈફોઈડના ૪૦૨, કમળાના ૧૬૪ કેસ
નોંધાયા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા પાણીમાં પોલ્યુશન આવતુ
હોવાના કારણે દાણીલીમડા વોર્ડમાં કોલેરાના કેસ નોંધાયા હોવાની સાથે એક બાળકીનુ મોત થયુ હોવાનો આક્ષેપ પણ મ્યુનિસિપલ
બોર્ડ બેઠકમાં વિપક્ષ તરફથી કરાયો હતો.મ્યુનિ.તંત્ર તરફથી શહેરમાં આપવામાં આવતા
પાણીના સેમ્પલ લેવામાં આવતા માર્ચ મહીનામાં ૪૫ સેમ્પલમાં કલોરીન નીલ રીપોર્ટ આવ્યો
હતો.જયારે પાણીના ૨૯ સેમ્પલનું પાણી પીવાલાયક નહતુ.માર્ચ મહીનામાં ડેન્ગ્યૂના ૨૯,મેલેરિયાના ૧૩, ચિકનગુનિયાના ૪
તથા ઝેરી મેલેરિયાના ૩ કેસ નોંધાયા હતા.