IAS Study Centers : ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરતાં એસ્પિરન્ટ માટે સારા સામાચાર છે. રાજ્યના 10 મોટા શહેરોની 7 યુનિવર્સિટી અને 3 સરકારી કોલેજમાં ઉમેદવારોને IAS સહિતની વિવિધ સરકારી ભરતીની તૈયારીનો લાભ મળશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, ભાવનગર, આણંદ સહિતના સિટીમાં આવેલી કોલેજ અને યુનિવર્સિટીમાં ખાતે સ્ટડી સેન્ટરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નિઃશુલ્ક કોચિંગની પ્રવેશ પરીક્ષા માટે અરજી મંગાવામાં આવી રહી છે.
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિઃશુલ્ક કોચિંગ વ્યવસ્થા
નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા IAS સ્ટડી સેન્ટર માટે પ્રવેશ પરીક્ષાને લઈને નોટિફિકેશન જાહેર કર્યુ છે. જેમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે વર્ષ 2025-26 માટેની પ્રવેશ પરીક્ષા 2025 ઓનલાઈન અરજી મંગાવામાં આવી રહી છે. જેમાં એપ્લિકેશન કરવા માટે 15 સપ્ટેમ્બર, 2025 છેલ્લી તારીખ છે.
સત્તાવાર નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
તમને જણાવી દઈએ કે દરેક સેન્ટર ખાતે 100 બેઠકો રહેશે. IAS સ્ટડી સેન્ટરોનો લાભ લેવા માટે ઉમેદરાવોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની ફી 300 રૂપિયા છે. જેમાં ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 32 વર્ષ હોવી જોઈએ. તેમજ સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો આવશ્યક છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ
જ્યારે 200 માર્ક્સની પ્રવેશ પરીક્ષા ઉતીર્ણ થનારા ઉમેદવારોને નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવશે. જોકે, ઉમેદવારો પાસેથી ડિપોઝિટ પેટે 2500 રૂપિયા લેવાશે, જે અંતે પર મળી રહેશે. IAS સ્ટડી સેન્ટર માટે કઈ રીતે અરજી કરવી, તેની માહિતી drive.google.com આ લિંક પરથી મળી રહેશે.
10 IAS સ્ટડી સેન્ટરો