વડોદરા,મંગળવાર
ડભોઇ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં થયેલા ઓડિટમાં ક્વેરી
નહી કાઢવા માટે સરકારી ઓડિટર દ્વારા લાંચની માગણી કરવાના બનાવમાં સંડોવાયેલા
પ્રાથમિક શાળાના આચાર્યએ જામીન અરજી મુકતા કોર્ટે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, ડભોઇ તાલુકામાં કુલ ૨૦ ગૃપ પ્રાથમિક શાળાઓ
આવેલી છે. આ શાળાઓનું વર્ષ ૨૦૨૧-૨૨નું
ઓડિટ સરકારી ઓડિટરે કર્યું હતું અને ઓડિટમાં કોઇ ક્વેરી નહી કાઢવા માટે વસઇ
પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઇ પટેલે એક ગૃપ શાળાના રૃા.૨ હજાર પ્રમાણે ૨૦ ગૃપ
શાળાઓ માટે ઓડિટરને રૃા.૪૦ હજાર આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગૃપ આચાર્યો પાસે
રૃા.૨ હજારની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેણે એસીબીમાં ફરિયાદ નોંધવતા
લાંચના છટકામાં ઘનશ્યામભાઇ પટેલ (વસઇ પ્રાથમિક શાળા, આચાર્ય) સહિત ચાર આરોપી
ઝડપાઇ ગયા હતા. હાલ જેલમાં રહેલા આરોપી ઘનશ્યામ પટેલે જામીન અરજી મુકતા ન્યાયાધીશે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.