Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડથી સિકંદરપુરા સુધીનો એક કિ.મી. જેટલો રસ્તો માત્ર એક મહિના અગાઉ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારાહલકી કક્ષાનો માલ સામાન વપરાયો હોવાની શંકાથી આ સમગ્ર રોડ-રસ્તો તૂટી જતા ઠેર ઠેર મસ મોટા ખાડા પડી જવા સહિત ડામર પણ ઉખડી ગયો હોવા સહિત ભ્રષ્ટાચારના આક્ષેપ સ્થાનિક મહિલા સામાજીક કાર્યકરે કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારનો વિકાસ કુદકે ને ભૂસકે થઈ રહ્યો છે ત્યારે વાઘોડિયા રોડથી સિકંદરપુરા સુધીનો એક કિલોમીટર જેટલો રસ્તો લાખોના ખર્ચે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર મારફત એક મહિના અગાઉ બનાવ્યો હતો. પરંતુ માત્ર એક જ મહિનાના ગાળામાં આ રોડ રસ્તા પર ઠેર ઠેર નાના-મોટા અનેક ખાડા પડીને રસ્તો વરસાદમાં તદ્દન ધોવાઈ ગયો છે. પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વૃદ્ધોને આ રસ્તેથી પસાર થતાં આકસ્મિક રીતે પડી જવાનો સતત ભય સતાવ્યા કરે છે.
જોકે પાલીકા દ્વારા લાખોના ખર્ચે કોન્ટ્રાક્ટર મારફત આ રસ્તો માત્ર એક મહિના પહેલા જ બનાવ્યો હતો પરંતુ હલકી કક્ષાનો માલ સામાન અને ડામર કોન્ટ્રાક્ટર અને પાલિકા તંત્રની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરીને આ રોડ બનાવતા માત્ર એક મહિનાના ગાળામાં આ સમગ્ર રોડ તૂટીને ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાના આક્ષેપ સ્થાનિક મહિલા કાર્યકર શીલાબેન વસાવાએ કર્યા હતા.