વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદીલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી વડોદરા લોકસભા વિસ્તારમાં તા. 01 નવેમ્બરથી 21 ડિસેમ્બર દરમ્યાન “સાંસદ ખેલ મહોત્સવ- 2025” યોજાશે. જેમાં યોગાસન, જુડો, બાસ્કેટબોલ, ચેસ, ફૂટબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ, કબડ્ડી, ખો- ખો, ટેબલ ટેનિસ, કરાટે, મલખમનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા ઉજાગર કરી શકશે. તેમજ આ સ્પર્ધાઓથી યુવાનોને રમતગમતમાં રુચિ વધવાની સાથે દેશને સારા ખેલાડીઓ મળે તેવી અપેક્ષા છે. ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે તા. 20 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે.