Vadodara Corporation : વડોદરાના જુના વહીવટી વોર્ડ નં.૩માં પાણીગેટ, બાવામનપુરા વીમા દવાખાના સામે આવેલ ખાનગી મિલકત તા.29-09-2020ના રોજ રાત્રે આકસ્મિક રીતે ધરાશાયી થવાથી ત્રણ વ્યકિતઓ (શ્રમજીવીના) થયેલા આકસ્મિક મૃત્યુ સંદર્ભે ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા થયેલ હુકમ અન્વયે વળતરને સૈધ્ધાંતિક મંજુરી આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
પાણીગેટ, બાવામનપુરા વીમા દવાખાના સામે આવેલ ખાનગી મિલકત કે જેનું બાંધકામ લગભગ પુર્ણ થયેલ હતું. જેમાં માલિક રહેવા આવ્યા ન હતાં, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે ટુ-વ્હીલર સર્વિસ સ્ટેશન ચાલુ કરેલ હતું. જયાં કોન્ટ્રાક્ટરના અન્ય સાઈટ પર કામગીરી કરતાં શ્રમજીવીઓ રાત્રીના સમયે સુવા માટે જતાં હતા. ખાનગી મિલકત તા.29-09-2020ના રોજ રાત્રીના સમયે આકસ્મિક ધરાશયી થતાં સુવા માટે આવેલ ત્રણ વ્યકિતો (શ્રમજીવીયો)ના દબાઈ જવાથી આકસ્મિક મૃત્યું થયેલ હતા. જ્યારે અન્ય એક શ્રમજીવીને ઇજા થયેલ હતી. જે મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં કેસ દાખલ કરેલ હતો. જે પરત્વે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા કરવામાં આવતા હુકમો મુજબ તેઓને અહેવાલો પાઠવી આપવામાં આવેલ હતાં. ઘટના સંદર્ભે કોન્ટ્રાકટર તથા મુળ માલિક સામે ગુનો દાખલ થયેલ હતો. મકાન માલિક, કોન્ટ્રાકટર તથા મરણ પામેલ મજુરોના વારસદારો વચ્ચે તા.29-10-2020ના રોજ થયેલ સમજુતી કરાર મુજબ મરણ પામનાર ત્રણ વ્યકિતો પૈકી દરેક વ્યક્તિને રૂ.3,00,000 મળી કુલ રૂ.5,00,000 ચુકવી આપવામાં આવેલ હતાં અને ઇજા પામનાર અન્ય એક શ્રમજીવીને રૂ.50,000 ચુકવી આપવામાં આવેલ હતાં. ના.હાઇકોર્ટમાં પીટીશનમાં થયેલ સમજુતી મુજબ કોન્ટ્રાકટર ધ્વારા દુર્ઘટનામાં મૃત્યું પામનાર દરેક વ્યકિતોને વધારાનું વળતર ચુકવશે તેવું કબુલ કરેલ હતું. તે મુજબ મરણ પામેલ ત્રણ મજુરોના વારસદારોને કોન્ટ્રાકટર દ્વારા ત્રણ વ્યકિતો પૈકી દરેક વ્યક્તિને રૂ.1,00,000 મળી કુલ રૂ.3,00,000 બીજા વધારાની વળતર પેટેની રકમ ચુકવી આપેલ હતી જે મળી ફુલ વળતર રૂ.9,50,000 ચુકવી આપેલ તથા ના.હાઇકોર્ટમાં દાખલ થયેલ પીટીશનના ઓરલ ઓર્ડર મુજબ સમાધાન બેઝ પર નિકાલ કરવામાં આવેલ હતી.
ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ દ્વારા કરવામાં આવેલ તા.27-09-2021 ના હુકમની વિગતે ત્રણ શ્રમજીવીઓના વારસદારોને વળતર ચુકવવા અંગે નિતી-વિષયક નિર્ણય લેવાનો હોઈ જી.પી.એમ.સી.એકટ મુજબ સમગ્ર સભા પાસે સત્તા છે. જે અન્વયે સ્થાયી સમિતી મારફતે સમગ્ર સભામાં રજુ કરવા માટે તા.08-10-2021થી રજુ કરેલ દરખાસ્ત અન્વયેનો નિર્ણય બાબતે સ્થાયી સમિતિની તા.30-06-2022 ના રોજ થયેલ બેઠકમાં ઠરાવ નં.139 તા.30-06-2022 થી સદર ત્રણ શ્રમજીવીઓના વારસદારોને વળતર ચુકવવા બાબતે દરખાસ્ત નામંજુર કરવામાં આવેલ હતી. ત્યારબાદ અત્રેથી ફરીથી સ્થાયી સમિતી મારફતે સમગ્ર સભામાં રજુ કરવા માટે તા.15-07-2022 ના રોજ દરખાસ્ત કરેલ હતી. જેની સ્થાયી સમિતિની તા.22-07-2022 ના રોજ થયેલ બેઠક માં ઠરાવ નં.175 તા.22-07-2022 થી સદર ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના કેસ.નં.એચ.આર.સી/2020/ પ્રેસ/86/લીગલ-3 તા.30-06-2022ના હુકમ અન્વયે સદર બાબત નામદાર હાઇકોર્ટમાં અપીલ કરાવવાનું ઠરાવવામાં આવેલ હતુ.. જે અન્વયે અત્રેથી નામદાર હાઇકોર્ટમાં સ્પે.સીવીલ. એપ્લીકેશન નં 25318/2022થી દાવો દાખલ કરવામા આવેલ છે. જેની આગામી મુદત તા.17-04-2025 આપેલ છે.
આયોગ દ્વારા તા.15-03-2025થી નોટીસ પાઠવવામાં આવેલ હતી. જે અન્વયે અત્રેથી તા.20-03-2025ના રોજ આયોગની કચેરી સમક્ષ રૂબરૂ હાજર રહેલ હતા. જેમાં હુકમ કરવામાં આવેલ કે, “આ કામે આયોગના હુકમ થયા બાદ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નાણા જમા કરાવેલ નથી. આ કામે ગુજરાતની વડી અદાલતમાં મનાઇ હુકમ મલ્યો હોય તો તે બાબતે તા.27-03-2025 સુધીમાં આયોગ સમક્ષ સદર હુકમ રજુ કરવો અન્યથા કમિશ્નર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જાતે ખુલાસો કરવો કે આયોગના હુકમ અનવ્યે નાણા જમા કરાવવા બાબતે સ્ટેન્ડીંગ કમિટીએ ના પાડેલ છે કે જે રાજય માનવ અધિકાર આયોગથી ઉપરથી ઓથોરીટી નથી આમ છતા પણ જો મ્યુનિસિપલ કમિશનર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નાણા જમા કરાવવા માગતા ન હોય તો કાયદા પ્રમાણે જંગમ વોરંટ કેમ ન કાઢવું ? તે અન્વયે જરૂરી ખુલાસો નિયુક્ત કરેલ અધિકારી સામે જરૂરી એફીડેવીટ સહિત ઉક્ત વધુ સુનાવણી તા.27-03-2025ના રોજ 13:00 કલાકે રાખવામાં આવેલ હતી. જેમાં આયોગ દ્વારા ફરીથી વળતર ચુકવવા આદેશ કરેલ છે. રૂ.9,00,000 વળતર ચુકવવા બાબતે જરૂરી નિર્ણય કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.