વડોદરાઃ અમદાવાદના છેતરપિંડી અને દારૃના બે ગુનાના વોન્ટેડ આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડયો છે.
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૨માં નોંધાયેલા છેતરપિંડીના બનાવમાં વડોદરાના હાથીખાના વિસ્તારમાં રહેતા રફિકશા રહીમશા દિવાનની સંડોવણી ખૂલી હતી. આ ઉપરાંત વડોદરાના માંજલપુર અને મહીસાગરના બાલા શિનોર ખાતે દારૃના બે કેસમાં પણ તે વોન્ટેડ હતો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આરોપી બોરસદની ગુલમહોર સોસાયટીમાં આશ્રય લઇ રહ્યો હોવાની માહિતી મળતાં પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડયો હતો.પોલીસે કહ્યું હતું કે,રફિકશા સામે અગાઉ ૧૫ જેટલા ગુના નોંધાયા હતા અને બે વાર પાસા પણ થઇ હતી.