વડોદરા,મિત્રની પત્નીને બર્થડે પાર્ટીમાં બોલાવી કોલ્ડ ડ્રિંકમાં દારૃ ભેળવી પીવડાવી દઇ ધમકાવી જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધનાર વકીલ સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
૨૬ વર્ષની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજવા રોડ સયાજી પાર્ક સોસાયટીમાં રહેતા વકીલ ભૂપેન્દ્ર ત્રિકમભાઇ પ્રજાપતિ મારા પતિના મિત્ર હતા.ગત ૨૭ મી જૂને ભૂપેન્દ્ર પ્રજાપતિનો જન્મ દિવસ હોઇ હું, મારા પતિ સંતાનો સાથે તેઓના ઘરે ગયા હતા. તેમની બર્થડે પાર્ટી અગાશી પર રાખી હતી. જેમાં દારૃ તથા ડિનરનો પ્રોગ્રામ હતો. ભૂપેન્દ્રભાઇએ ગ્લાસમાં કોલ્ડ ડ્રિંકમાં દારૃ ભેળવીને આજે તો મારી બર્થડે છે. તમારે થોડું તો પીવું જ પડશે. તેમ કહી જબરજસ્તીથી દારૃ પીવડાવ્યો હતો. કેક કાપવાનો સમય થતા ભૂપેન્દ્રભાઇ મને તેમની સાથે નીચે કેક લેવા માટે લઇ ગયા હતા. મારો હાથ પકડી બેડરૃમમાં લઇ ગયા હતા. તારે મારી સાથે એક વખત શરીર સંબંધ બાંધવો પડશે. નહીંતર તારા પતિને કામ આપવાનું બંધ કરી દઇશ, તારા પતિ પર રેપનો ખોટો કેસ કરી ફસાવી દઇશ. હું ગભરાઇ ગઇ હતી. તેણે મારી સાથે મરજી વિરૃદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ભૂપેન્દ્રભાઇ મારા પતિને કામ આપતા હોઇ મેં મારા પતિને કોઇ વાત કરી નહતી.
૧ લી જુલાઇએ સવારે અમારા સોશિયલ મીડિયાના ગુ્રપમાં તેમણે વીડિયો કોલ કર્યો હતો. ત્યારબાદ સાંજે છ વાગ્યે મારા વોટ્સએપ પર તેમણે એક વીડિયો લિન્ક મોકલી હતી. જેમાં યાર આપ કિતને ગોરે હો, મેરે સાથ મુંહ કાલા કરો, તેવો વીડિયો હતો. ત્યારબાદ તેઓ અવાર – નવાર કોલ કરીને મારી પાસે શરીર સંબંધની માંગણી કરતા હતા. મેં મારા પતિને આ અંગે વાત કરતા તેમણે પણ તેઓની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ ભૂપેન્દ્રભાઇની પરિચિત મહિલાએ મારા પતિ વિરૃદ્ધ બે પોલીસ સ્ટેશનમાં જબરજસ્તી કર્યાની અરજી કરી હતી. આ મહિલાએ મને કહ્યું કે,ભૂપેન્દ્રભાઇ સાથે સંબંધ ચાલુ રાખ તો આ બધું પિક્ચર પુરૃં થાય અને મે ંકરેલી અરજીઓ પાછી ખેંચી લઉં.