આણંદ અમૂલ ડેરીના નિયામક મંડળની ૧૨ બેઠકો પૈકી ચાર બેઠક બિનહરીફ થતા ૮ બેઠક અને ૧ વ્યક્તિગત સભાસદની બેઠક માટે તા. ૧૦મીએ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૯૭.૪૮ ટકા જેટલું મતદાન થયું હતું. તા. ૧૨મીને શુક્રવારે સવારે ૯ વાગ્યે અમૂલ ડેરી સ્થિત સરદાર પટેલ સભાગૃહ ખાતે ચૂંટણી અધિકારી સહિતના વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં મતગણતરી યોજાઈ હતી. જેમાં ૯ બેઠકો પૈકી ૭ બેઠકો ઉપર ભાજપે જીત હાંસલ કરી હતી. જ્યારે બે બેઠકો કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલના ફાળે ગઈ હતી. આણંદ બેઠક ઉપર સોલંકી અશોક કિશન ભાઈને પોતાનો ૧ જ મત મળ્યો હતો. જ્યારે કપડવંજ બેઠક ઉપર પટેલ શારદાબેન હરિફાઈને પણ એક મત મળ્યો હતો. જ્યારે પેટલાદ બેઠક પર એક ઉમેદવારને માત્ર પાંચ મત મળ્યા હતા. વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ નીકળ્યા હતા. જ્યારે હારેલા ઉમેદવારો સહિત સમર્થકો વિલા મોઢે પાછા ફર્યા હતા. કઈ બેઠક ઉપર કયા ઉમેદવારને કેટલા મત મળ્યા, કેટલા રદ થયા તેનું સમગ્ર ચિત્ર નીચે મુજબ છે.
કઇ બેઠક પર કોને કેટલા મત મળ્યા
આણંદ બેઠક
ક્રમ ઉમેદવારનું નામ મળેલા મતો
૧ ગૌરાંગભાઈ અરવિંદભાઈ પટેલ ૦
૨ વિજયસિંહ ભાઈલાલભાઈ મહિડા ૦
૩ પિયુષકુમાર જીતસિંહ રાજ ૦
૪ કાન્તીભાઈ સોઢા પરમાર (ભગત) (ભાજપ) * ૭૯
૫ સોલંકી અશોકભાઈ કિશનભાઈ ૧
૬ ભરતભાઈ ચંદુભાઈ સોલંકી ૨૮
બોરસદ બેઠક
૧ ગુલાબસિંહ રતનસિંહ પઢિયાર ૪૦
૨ રાજેન્દ્રસિંહ ધીરસિંહજી પરમાર (કોંગ્રેસ પ્રેરિત)* ૫૨
ખંભાત બેઠક
૧ પરમાર રાજેન્દ્રસિંહ બળવંતસિંહ (ભાજપ)* ૮૪
૨ ભરવાડ ગોવિંદભાઈ ગગજીભાઈ ૧૯
પેટલાદ બેઠક
૧ રશ્મિબેન દિલીપભાઈ જાદવ ૦૫
૨ બીનાબેન તેજસકુમાર પટેલ (ભાજપ)* ૮૩
નડીઆદ બેઠક
૧ વિપુલભાઈ કાંતિભાઈ પટેલ (ભાજપ)* ૮૩
૨ પરમાર મંગળભાઈ ડાહ્યાભાઈ ૨૩
કઠલાલ બેઠક
૧ ઘેલાભાઈ માનસિંહ ઝાલા (બાવાજી) (ભાજપ)* ૭૯
૨ જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર ૨૫
કપડવંજ બેઠક
૧ પટેલ ધવલ નગીનભાઈ ૫૦
૨ પટેલ શારદાબેન હરિભાઈ ૦૧
૩ ભુરાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (અપક્ષ)* ૬૧
માતર બેઠક
૧ પટેલ સંજયભાઈ હરિભાઈ ૧૬
૨ ભગવતસિંહ કાળીદાસ પરમાર (ભાજપ)* ૫૩
૩ સોલંકી કેસરીસિંહ જેસંગભાઈ ૧૮
વ્યક્તિગત સભાસદ બેઠક
૧ પટેલ રણજીતભાઈ કાંતીભાઈ ૦૩
૨ પટેલ વિજયકુમાર ફુલાભાઈ (ભાજપ)* ૦૪
કઇ બેઠક પર કેટલા મતો રદ થયા
બેઠક |
કુલ |
થયેલ |
માન્ય મતો |
રદ મતો |
|
આણંદ |
૧૧૧ |
૧૦૯ |
૧૦૮ |
૧ |
|
ખંભાત |
૧૦૫ |
૧૦૫ |
૧૦૩ |
૨ |
|
બોરસદ |
૯૩ |
૯૩ |
૯૨ |
૧ |
|
પેટલાદ |
૮૯ |
૮૮ |
૮૮ |
૦ |
|
કઠલાલ |
૧૦૪ |
૧૦૪ |
૧૦૪ |
૦ |
|
કપડવંજ |
૧૧૨ |
૧૧૨ |
૧૧૨ |
૦ |
|
માતર |
૯૦ |
૮૯ |
૮૭ |
૨ |
|
નડીઆદ |
૧૦૭ |
૧૦૬ |
૧૦૬ |
૦ |
|
વ્યક્તિગત |
૨૩ |
૭ |
૭ |
૦ |
|
કુલ મત |
૮૩૪ |
૮૧૩ |
૮૦૭ |
૬ |
|