વડોદરાઃ હેલમેટ નહિ પહેરનાર વાહનચાલકને તા.૧૫મી સપ્ટેમ્બરથી ૫૦૦ રૃપિયાના દંડના હોર્ડિંગથી વાહનચાલકો દ્વિધામાં મુકાયા છે.
વડોદરામાં રસ્તાઓ ત્રાસદાયક બન્યા છે તેવા સમયે તા.૧૫મી સપ્ટેમ્બરથી હેલમેટ ફરજિયાતની જાહેરાત થતાં વાહનચાલકોમાં નારાજગી વ્યાપી છે.આવા સમયે ભાજપના આગેવાનોના નામે દંડ નહિ વસૂલાય અને પોલીસ ગાંધીગીરી કરી સમજાવશે તેમ કહેવાયું હતું.
પરંતુ કારેલીબાગ પાણીની ટાંકી પાસે એક હોર્ડિંગ જોવા મળ્યું છે.જેમાં કોઇ વિવાદ નહિ કે અપવાદ નહિ તેમ કહી હેલમેટ નહિ પહેરનારને રૃ.૫૦૦ નો દંડ તેમ લખાયું છે.આ હોર્ડિંગ કોણે લગાવ્યું છે તેનો ઉલ્લેખ નથી.પરંતુ પોલીસના સિમ્બોલ લગાવેલો જોઇ શકાય છે.