Bengaluru Suicide Case: કર્ણાટકના બેંગ્લુરૂમાં એક ધ્રુજાવી દેતી ઘટના બની છે. એક દંપત્તિએ નાણાકીય ભીડના કારણે પોતાના બે નિર્દોષ બાળકોની હત્યા કરી દીધી. આ હત્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. જેમાં પતિનું મોત થયુ છે, જ્યારે પત્ની બચી ગઈ છે. પોલીસે પત્નીની ધરપકડ કરી છે.
બેંગ્લુરૂના હોસકોટે જિલ્લામાં આવેલા ગોનાકનહલ્લી ગામમાં આ નિર્દયી ઘટનાએ શોક અને ભયનો માહોલ સર્જ્યો છે. આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહેલા દંપત્તિએ સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે પહેલાં પોતાના બંને બાળકોની હત્યા કરી અને બાદમાં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
પતિ-પત્નિના ઝઘડાએ લીધો બાળકોનો જીવ
પોલીસે જણાવ્યા પ્રમાણે, 32 વર્ષીય શિવુ અને તેની પત્નિ મંજુલા બે બાળકો સાથે રહેતા હતા. થોડા વર્ષ પહેલાં શિવુનો અકસ્માતથયો હતો. જેથી તે નોકરી કરવા સક્ષમ ન હતો. તેનો પરિવાર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો. દંપત્તિ વચ્ચે નાણાં ભીડ મુદ્દે અવારનવાર ઝઘડો થતો હતો. બંનેએ અનેક વખત આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકો અનાથ થઈ જવાના ભયના કારણે અનેકવખત આપઘાતનો ખ્યાલ માંડી વાળ્યો હતો. પરંતુ અંતે તેઓએ આ અંતિમ પગલું ભરતાં પહેલા બાળકોનો જીવ લીધો બાદમાં પોતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચોઃ ટીવી રિમોટ માટે ઝઘડો થતાં કળીયુગી દીકરાએ માતાની કરી હત્યા, આજીવન કેદની સજા
બાળકોને કેવી રીતે માર્યા?
ઘટનાના દિવસે બપોરે લગભગ 2 વાગ્યે, શિવુ અને મંજુલાએ બાળકોને મારવા માટે પહેલા નશામાં ધૂત થઈ ગયા. સાંજે લગભગ 4 વાગ્યે, બંનેએ સાથે મળીને તેમની 11 વર્ષની પુત્રી ચંદ્રકલાની હત્યા કરી. દંપતીએ પુત્રીનું મોઢું પકડી પાણીમાં ડુબાડી રાખ્યું જ્યાં સુધી શ્વાસ લેવાનું બંધ ન થાય ત્યાં સુધી તેને પાણીમાં રાખ્યું. બાદમાં તેઓએ તેમના 7 વર્ષના પુત્ર ઉદય સૂર્યાની પણ આ જ રીતે હત્યા કરી. બાળકોને મારી નાખ્યા પછી જ્યારે મંજુલાએ ફાંસી લગાવવાનું નક્કી કર્યું, ત્યારે શિવુએ ઉલટીઓ શરૂ કરી. શિવુએ મંજુલાને નજીકની દુકાનમાંથી ખાવાની વસ્તુઓ લાવવા કહ્યું. જ્યારે મંજુલા દુકાનેથી ઘરે પાછી આવી ત્યારે શિવુએ ફાંસી લગાવીને મૃત્યુ પામ્યો હતો.
પોલીસ દ્વારા પકડાયો
મરતા પહેલા, મંજુલા તેના પિતા સાથે ફોન પર વાત કરવા માંગતી હતી. જોકે, ઘરે ફક્ત શિવુનો ફોન હતો, જે બંધ હતો. તેથી મંજુલા પાડોશીના ઘરે ગઈ અને તેને તેના પિતાને ફોન કરવા કહ્યું. આ દરમિયાન, મંજુલાએ પડોશીઓને આખી સત્ય કહી દીધું, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે મંજુલાની ધરપકડ કરી.