વડોદરાઃ વાહનોની લેવેચ કરતા એક ડીલરે જૂની કાર ખરીદી નવી કારનું ડાઉનપેમેન્ટ નહી ભરતાં તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.
ગોરવાા જીવાભાઇ પાર્ક-૧માં રહેતા તુષાર શાહે પોલીસને કહ્યું હતું કે,નિશિથી ઓટોમોબાઇલ્સના નામે વાહનોની લેવેચ કરતા જયેશ ભાઇલાલભાઇ પટેલ(ટિમ્બા ખડકી,ગોરવા)ને મારી જૂની તવેરા કાર રૃ.૩ લાખમાં આપી હતી.જેના રૃપિયા તેમણે ચૂકવ્યા નહતા અને નવી અર્ટિકા કાર લેવા માટે ડાઉન પેમેન્ટ ભરી દઇશ તેવી ખાતરી આપી હતી.આ ઉપરાંત તેમને બીજા રૃ.૧.૪૧ લાખ પણ આપ્યા હતા.
ગઇ તા.૩૦મી એપ્રિલના અખાત્રીજે કાર લેવા અમે શો રૃમ પર ગયા ત્યારે ડાઉન પેમેન્ટ નહિ ભરાયું હોવાની જાણ થતાં અમે જયેશભાઇને જાણ કરી હતી.જેથી તેમણે બહાના બતાવ્યા હતા.હજી સુધી તેમણે જૂની કાર તેમજ ઉપર આપેલી ૪.૪૧ લાખની રકમમાંથી ૨.૯૧ લાખ પરત કર્યા નથી.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.