કાલાવડના વાવડી ગામની એક જમીન ખરીદી અપાવવાના બહાના તળે ગોપ ગામના એક શખ્સે પોતાના બે સાગરિત સાથે મળી રૂા.17 લાખ પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ શખ્સે જામીન ઉપર મુક્ત થવા કરેલી અરજી ને અદાલતે નકારી કાઢી છે.
જામજોધપુર તાલુકાના ગોપ ગામ ગામના ગામના હાજાભાઈ દેવાભાઈ નંદાણીયાને તેમના પાડોશી રમેશ ચનાભાઈ કરમુરે કાલાવડના વાવડી ગામમાં ખેતીની એક વેચવાની ને છે તેમ જણાવ્યા પછી હાજાભાઈએ તેમાં રસ બતાવતા આ જમીનના માલિક દેવશીભાઈ દોંગા અને ગોપાલભાઈ દોંગાની હોવાનું ક હી રમેશે તે જમીનના માલિક હોવાનું કહી ને બે વ્યક્તિ ને રજૂ કરાવ્યા પછી સોદો કરાવ્યો અને પછી જામનગરના લાલ બંગલે આવેલા હાજાભાઈને અસલ જેવા જ લાગતા નકલી કાગળો આપી રૂા.૧૭ લાખ ૧૭ હજાર ની રકમ મેળવી લીધી હતી. તે પછી હાજાભાઈને આ ખોટા કાગળો આપી આ રકમ લઈ લીધાની જાણ થતાં તેઓએ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના રમેશ કરમુરે જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે મૂળ ફરિયાદીના વકીલ ભરતભાઈ સુવા કાજલબેન બેરા અને ડીજીપી જમનભાઈ ભંડેરી ની દલીલો ગ્રાહા રાખી અદાલતે આરોપીની જામીન અરજી રદ કરી હતી.