Amreli News : અમરેલીના રાજુલાના હિંડોરણા ધાતરવડી પુલ પર જીવલેણ ગાબડું પડ્યું છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર સતત ત્રીજી વખત ગાબડું પડતાં ખાડામાંથી બહાર લોખંડના સળીયા જોવા મળે છે, જેમાં વાહનચાલકો જોખમી રીતે રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર થયા છે. રોડની હાલત ખરાબ હોવાથી અકસ્માતનો ભય રહે છે.
રાજુલાના હિંડોરણા-ધાતરવડી પુલ પર જીવલેણ ગાબડાં
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા રાજુલાના હિંડોરણા ધાતરવડી પુલ ઉપર ગાબડું પડતાં મોટા-મોટા લોખંડના સળીયા દેખાય છે. મુસાફરો ત્યાંથી પસાર થાય છે તો રસ્તા પર ખાડા અને લોખંડના સળીયા હોવાથી ગંભીર અકસ્માત થવાની શક્યતા રહે છે.
આ પણ વાંચો: ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બેના મોત
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની ઘોર બેદરકારી સામે આવી છે. નેશનલ હાઈવે ઉપર ગાબડાં પડવાથી રાહદારીઓ પરેશાન છે. હાઈવેની હાલત ખરાબ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ ગંભીર અકસ્માત કે દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે?