Vadodara : વડોદરામાં રેસકોર્સ સર્કલ પાસે આવેલી હરિભક્તિ કોલોનીના કરોડોની કિંમતના કોમન પ્લોટની માલિકી અંગે છેલ્લા 70 વર્ષથી હરિભક્તિ કોલોનીના સભ્યો અને અમીન પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય હરિભક્તિ કોલોનીના સભ્યો દ્વારા વડોદરા સિવિલ કોર્ટમાં દાવો માંડી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ તેઓની સામે ક્લેઈમ ન કરે તે માટે તેઓને માલિક જાહેર કરવાની દાદ માંગવામાં આવી છે. મહત્વનું છે કે, હરિભક્તિ કોલોનીના આ કોમન પ્લોટોની બજાર કિંમત લગભગ રૂ.300 કરોડ આંકવામાં આવી રહી છે.
હરિભક્તિ કોલોનીના 11 સભ્યો તથા સામા પક્ષે નેશનલ કન્સ્ટ્રક્શન કંપની, કંપનીના ભાગીદાર મનુભાઈ પટેલ, રમેશચંદ્ર અમીન અને રમાકાંત હરિભક્તિ, રમણલાલ વકીલ, રાજેન્દ્ર અમીન, ગીરીશકુમાર અમીન, અંકિત અમીન, વૈશાલી અમીનનો સમાવેશ થાય છે. નેશનલ કન્સ્ટ્રક્શન કંપનીના ભાગીદારો અને અમીન પરિવારનો દાવો છે કે, હરિભક્તિ કોલોનીના આ ચાર કોમન પ્લોટ્સ કહેવાતા વીલમાં જણાવેલ હકીકતને આધારે એમની પારિવારિક માલિકાના છે અને ફક્ત વીલના આધારે હરિભક્તિ કોલોનીના સભ્યોના સહિયારી માલિકાના કોમન પ્લોટને પચાવી પાડવાના પ્રયાસ કરી રહ્યા છે. સ્વર્ગીય સાવિતબેન રમેશચંદ્ર અમીને 2004માં બનાવેલા વિલ મુજબ, ચાર ખુલ્લા પ્લોટ-નંબર 21, 22, 35 અને 36 પર તેમનો કાયદેસરનો હક છે. જ્યારે હરિભક્તિ કોલોની કો-ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી વતી ધારાશાસ્ત્રી અમીષ જે.દાદાવાલા લડત ચલાવી રહ્યા છે. હરિભક્તિ કોલોનીનો દાવો છે કે, વડોદરા સ્ટેટ હતું તે સમયે નેશનલ કન્સ્ટ્રક્શન કંપનીના ભાગીદારો દ્વારા વડોદરા સરકારના સ્ટેટ આર્કિટેકની પૂર્વ મંજૂરી મેળવીને હરિભક્તિ કોલોનીનો નકશો પાસ કર્યો હતો જે મુજબ હરિભક્તિ કોલોનીને આંતરિક રોડ રસ્તા અને ચાર કોમન પ્લોટ ફાળવવામાં આવેલ હતા. સ્ટેટ આર્કિટેકની પૂર્વ મંજૂરી બાદ નેશનેલ કન્સ્ટ્રક્શન કંપનીએ સોસાયટીના ઓપન પ્લોટનું વેચાણ કરેલું અને જેતે સમય સોસાયટીને ચાર કોમન પ્લોટ ફાળવેલ છે. અત્રે નોંધનીય છે કે, હરિભક્તી કોલોની અંગેના કેસોમાં વડોદરાની કોર્ટ, કલેક્ટર કચેરી, સીટીસર્વે કચેરી અને વડોદરાનાં સહકારી વિભાગ (સોસયટીઝ) દ્વારા અવારનવાર પોતાના અનેક ચુકાદોઓ તથા ઠરાવો છે.