ખાંભાના ભાડ ગામે સિંહોની લટાર, બસસ્ટેન્ડ પાસે બળદનું મારણ : ચલાલા પાસે વાછરડાનું મારણ કરનારો દીપડો પાંજરે પૂરાઈ જતાં લોકોએ નિરાંતનો શ્વાસ લીધો
અમરેલી, સાવરકુંડલા, : વરસાદી વાતાવરણ દરમિયાન જંગલમાં મચ્છરોનો ત્રાસ વધી જતાં હિંસક પશુઓ જંગલ ત્યાગીને રેવન્યુ વિસ્તારમાં પહોંચી જાય છે. જિલ્લામાં રાની પશુઓને લગતી ત્રણ જુદી જુદી ઘટનાઓ બની છે.
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે શિવમંદિરના પૂજારીના ઘરમાં રાતના સમયે મોટી દીવાલ કૂદીને એક દીપડો આવી ચડયો હતો. આ દીપડો ફળિયામાં આંટા મારવા લાગ્યો હતો.