અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ડેક ઇન્ડિયા કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમને સફળતા સાંપડી હતી. ગઈ તા. 25 ઓગસ્ટના રોજ રાત્રે ડેક ઇન્ડિયા કંપનીના પ્રોડક્શન એરિયામાંથી એસએસ મટીરીયલની ચોરી થઈ હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપી માર્કંડેય અવધેશ મોર્યા (રહે – આરબીએલ કોલોની,અંકલેશ્વર જીઆઇડીસી, મૂળ – ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડી ચોરી થયેલ રૂ. 1.70 લાખની કિંમતના એસ એસના સર્કલ 12 નંગ મુદ્દામાલ રિકવર કર્યો હતો.