Vadodara Theft Case : વડોદરાના વાઘોડિયા રોડ પર એલએન્ડટી કંપની પાસેના શ્રી સિધ્ધનાથ પ્રાઈમ ખાતે ઘરકામ કરતી મહિલા બેડરૂમના કબાટમાંથી રૂ.90 હજારની કિંમતના સોનાના ઘરેણા ચોરી કર્યાની આશંકાએ મકાન માલિકની ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે નોકર ચોરીનો ગુનો દાખલ કર્યો હતો.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ વાઘોડિયા રોડ એલએન્ડટી કંપની પાસે આવેલ શ્રી સિધ્ધનાથ પ્રાઈમમાં રહેતા શિવેન્દ્રકુમાર તિવારી એલએન્ડટી કંપનીમાં ટેકનિકલ લીડ તરીકે કામ કરે છે. તેઓના પત્ની પ્રેગ્નન્ટ હોય ગીતાબેન વણઝારાને ઘરકામ માટે રાખ્યા હતા. ગઈ તા.12 સપ્ટેમ્બરના રોજ તેઓ રાબેતા મુજબ નોકરી પર ગયા હતા. અને પત્ની બીમાર હોવાથી હોલમાં આરામમાં હતી. સાંજે બેડરૂમના કબાટમાં રાખેલ સોનાના દાગીના ગુમ હોવાની જાણ થઈ હતી. અને રૂ.40 હજારની કિંમતની સોનાની ચેન, રૂ.25 હજારની કિંમતની સોનાની વીંટી તથા રૂ.25 હજારની કિંમતની સોનાની બુટ્ટીની ચોરી થયાનું સામે આવ્યું હતું. આ દિવસે સવારથી સાંજ સુધીના સમયગાળા દરમ્યાન ગીતાબેન સિવાય ઘરે કોઈ આવ્યું ન જેથી તેઓએ ગીતાબેન ઉપર ચોરીની આશંકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.