લખતર પંથકમાં એલસીબીનો દરોડો
એલસીબીના દરોડામાં આરોપી હાજર મળી ન આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
સુરેન્દ્રનગર – લખતર તાલુકાના તલવણી ગામે રહેણાંક મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી રૃ. ૨.૭૬ લાખનો ઈંગ્લીશ દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. એલીસીબીના દરોડામાં આરોપી હાજર મળી ન આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
લખતર તાલુકાના તલવણી ગામમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે ઈંગ્લીશ દારૃના જથ્થાનો વેચાણ માટે સંગ્રહ કર્યો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને દરોડો પાડયો હતો. દરોડામાં સ્થળ પરથી ઈંગ્લીશ દારૃની નાની-મોટી બોટલો ૬૩૬ અને ટેટ્રા પેકીંગના પાઉચ નંગ-૪૬ સહિત કુલ રૃા.૨,૭૬,૬૫૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે ઈંગ્લીશ દારૃનો સંગ્રહ કરનાર આરોપી વિકિભાઈ સાગરભાઈ ચોવસીયા રહે.તલવણીવાળો હાજર મળી ન આવતા લખતર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.