– ફાયર સેફ્ટી માટેની માર્ગદર્શિકા જાહેર
– ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાની જવાબદારી ગરબા સંચાલકો- આયોજકોની રહેશે : મંડપના સંચાલન માટે એક સ્વયંમ સેવક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રાખવાનો રહેશે
આણંદ : નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા મંડપોમાં અનિચ્છનીય બનાવો ના બને તે માટે પ્રાદેશિક અગ્નિશમન વિભાગે જારી કરેલી સેફ્ટીની માર્ગદર્શિકાનું મધ્ય ગુજરાતના આણંદ સહિત મામ જિલ્લામાં આયોજકોએ પાલન કરવા તાકીદ કરાઈ છે.
નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટ્રેમ્પરી સ્ટ્રકચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કુલ, હોસ્પિટલ, જવલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દુર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરનાં વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાનાં રહેશે. માર્ગમાં અવરોધક વસ્તુઓ દુર કરવાની રહેશે.
નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઈલેકટ્રીક સબ સ્ટેશન, ઈલે. હાઈટેન્શનલાઈન કે રેલ્વે લાઈનથી દુર કરવાનાં રહેશે. બે સ્ટ્રક્ચર વચ્ચે ૦૨ મીટરથી ઓછુ અંતર હોવું જોઈ નહીં.
પંડાલમાં દૈનિક કેટલા વ્યકિતઓ-દર્શકો- ખેલૈયાઓ પ્રવેશે છે, તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.
નવરાત્રીના પંડાલમાં ફીક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહીં ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઈમરજન્સી એક્ઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.
નવરાત્રી આયોજક દ્વારા ઓછામાં ઓછા બે આપતકાલીન દરવાજા રાખવાના રહેશે, જે પરસ્પર વિરુદ્ધ દીશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે ૦૫ મી. ઓપનીંગ હોય તે મુજબનું રાખવાનું રહેશે. સ્ટ્રક્ચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ નો સ્મોકિંગ ઝોન, એક્ઝિટ, ઈમરજન્સી એક્ઝિટના સાઈનબોર્ડ લગાવવાના રહેશે.
સીટીંગ વ્યવસ્થામાં સીટની ૧૦ રો અને ૧૦ બેઠક પછી પેસેજ આપવામાં આવેલો હોવો જોઈએ જેની પહોળાઈ ઓછામાં ઓછી ૧.૫ મી. હોવી જોઈએ.
આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે કે તેના પડદા અને કાર્પેટને ફાયર રીટાઈન્ડન્ટ પેઈન્ટ કરાવવા વધુમાં જમીન ઉપર બિછાવવા જો કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરિક્ષત રહે તે મુજબ રાખવાના રહેશે.
મંડપમાં કરવામાં આવતા ઈલેક્ટ્રીક વાયરીંગ અંગે ગવર્નમેન્ટ એપ્રુવ્ડ ઈલેક્ટ્રીક ઈજનેર પાસે ચકાસણી કરાવવાની રહેશે.
ફાયર વિભાગ સિવાયના અન્ય ઓથોરિટીના વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે. સૂચનોનું ચૂસ્ત પાલન કરવાની જવાબદારી આયોજકો- સંચાલકોની રહેશે.
આયોજકોએ આ ગાઈડલાઈન્સનું પણ પાલન કરવાનું રહેશે
– પંડાલ કે બહાર જ્વલનશીલ સામગ્રી, પદાર્થ, પ્રવાહી નહીં રાખી શકાય.
– ફટાકડાંનો ઉપયોગ, સંગ્રહ નહીં કરી શકાય
– હવન, હવન કુંડના ઉપયોગ વખતે પૂરતી ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ કરવી.
– મંડપમાં માતાજીની મૂર્તિ પાસે દીવા નીચે રેતી અચૂક રાખવી પડશે.
– માતાજીના ઉત્સવ દરમિયાન ફાયરના જાણકાર પ્રશિક્ષિતને અચૂક રાખવો પડશે.
– પંડાલમાં ૦.૭૫ લિ. સ્ક્વેર મીટર કરતા ઓછો પાણીનો પુરવઠો હોવો જોઈએ નહીં.
– ૧૦૦ ચો.મી.એ ૨૦૦ લિ. પાણી ભરીને ડ્રમ ઢાંકીને તથા રેતીની બે બાલદી રાખવી પડશે.
– સ્ટેજની નીચે આગ લાગે તેવા ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ નહીં કરી શકાય.