PM Modi Talks Sushila Karki: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીતના માધ્યમથી Gen Z આંદોલન દરમિયાન થયેલા જાનમાલના નુકસાન પર સંવેદના વ્યક્ત કરી છે. આ અંગે PM મોદીએ પોતે જાણકારી આપી હતી.
પીએમ મોદીએ X પર પોસ્ટ કરતાં લખ્યું કે, નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી. હાલમાં જ થયેલા જાનમાલ નુકસાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાના પ્રયાસો માટે ભારતનું દ્રઢ સમર્થન હોવાની ખાતરી આપી હતી. તેમજ મેં તેમને અને નેપાળના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસ (19 સપ્ટેમ્બર) પર હાર્દિક શુભકામના પણ પાઠવી છે. ઉલ્લેખનીય છે, નેપાળમાં 2015ના રોજ નવા બંધારણની જાહેરાતના ભાગરૂપે નેપાળી કેલેન્ડર અનુસાર, અહોજ 3 (આ વર્ષે 19 સપ્ટેમ્બરે)ના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ ‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ
હિંસક આંદોલને સરકાર ઉથલાવી હતી
નેપાળમાં યુવાનોએ સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરૂદ્ધ સરકાર વિરૂદ્ધ Gen Z આંદોલન છેડ્યું હતું. જે બાદમાં ભ્રષ્ટાચાર, અસમાનતામાં તબદીલ થયુ હતું. આ આંદોલન હિંસક બનતાં બે દિવસમાં જ નેપાળની સરકાર ઉથલાવી દીધી હતી. પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ 12 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ વચગાળાની સરકાર બનાવવામાં આવી. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, નેપાળી સેનાના ટોચના અધિકારીઓ અને સરકાર વિરોધી પ્રદર્શન કરી રહેલા આંદોલનકારીઓની સહમતિ બાદ સુશીલા કાર્કીને પીએમની કમાન સોંપવામાં આવી હતી.
Gen Z આંદોલનમાં 72ના મોત
સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ વિરૂદ્ધ શરૂ થયેલું Gen Z આંદોલન હિંસક બન્યું હતું. ઓલી સરકાર પર ભ્રષ્ટાચાર અને અસમાનતા, બેરોજગારીના આરોપો મૂકાયા હતા. સરકારે આઠ સપ્ટેમ્બરની રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી પ્રતિબંધ દૂર કર્યો હોવા છતાં આંદોલન ચાલુ રહ્યું હતું. આંદોલનનું ધ્યાન ભ્રષ્ટાચાર અને રાજકીય વર્ગની લકઝરી લાઈફ સ્ટાઈલ પર કેન્દ્રિત હતું. રાષ્ટ્રપતિ પૌડેલે પોતાના ત્યાગ પત્રમાં આંદોલન પાછળ કેપી ઓલીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમજ વર્તમાન સ્થિતિમાં બંધારણીય અને રાજકીય સમાધાનનો માર્ગ મોકળો કરવા પદ છોડ્યું હોવાનું જણાવ્યું હતું.