India-US Trade Deal : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદને લઈને ટૂંક સમયમાં રાહત મળવાના સંકેત સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ ટૂંક સમયમાં અમેરિકાની મુલાકાતે જઈ શકે છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર વાતચીત યોગ્ય દિશામાં આગળ વધતી હોવાના અહેવાલો વચ્ચે આ મુલાકાત થવાની શક્યતા છે.
અગાઉ બ્રેન્ડન લિંચ દિલ્હી આવ્યા હતા
16 સપ્ટેમ્બરે દિલ્હીમાં અમેરિકાના મુખ્ય વાટાઘાતકાર બ્રેન્ડન લિંચ અને ભારતીય વાણિજ્ય મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ વચ્ચે વેપાર મામલે સાત કલાક સુધી સકારાત્મક ચર્ચા થઈ હતી.