અમદાવાદ, શનિવાર, 20 સપ્ટેમબર,2025
સોમવારથી શરુ થતા નવરાત્રિ પર્વ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ
ફુડ વિભાગ પણ એકાએક જાગ્યુ છે.ફુડ વિભાગના ફરમાન મુજબ, પાર્ટી પ્લોટ, હોલ તથા રાસ ગરબાના
સ્થળે કાયમી કે હંગામી ધોરણે ઉભા કરવામા આવેલા
ફુડ સ્ટોલના ધારકોએ ફરજિયાત ફુડ વિભાગનુ રજિસ્ટ્રેશન કરાવી લાયસન્સ મેળવવુ પડશે.ફુડ
વિભાગે સ્ટોલ ધારકો માટે નિયમો જાહેર કર્યા છે.જે પૈકી નખ અને વાળ સ્ટોલ ધારકે કાપેલા
હોવા જોઈએ એવો નિયમ છે પરંતુ આ અંગે તપાસ કોણ કરશે એ અંગે મૌન સેવી લેવાયુ છે.
કોર્પોરેશનનુ ફુડ વિભાગ ઘણા વર્ષોથી છેલ્લી ઘડીએ જ જાગે છે.
ઉનાળો પુરો થઈ જાય તેમ છતાં કેરીના રસના નમુનાના પરિણામ જાહેર ના થાય. આ પ્રમાણે
શ્રાવણ મહીનો કે તહેવારો પુરા થઈ જાય તે પછી લેવામા આવેલા ફરાળી ચીજો કે મિઠાઈના
સેમ્પલના પરિણામ જાહેર કરાય એમા પણ સબ સ્ટાન્ડર્ડ સિવાય બીજુ કાંઈ ખાસ હોતુ
નથી.નવરાત્રિમા શહેરમા મોટી સંખ્યામા
વિવિધ સ્થળે ગરબાનુ આયોજન દર વર્ષે થતુ આવ્યુ છે. છતાં ફુડ વિભાગ બે દિવસ પહેલા
સુચના આપે છે કે, ફુડ
સ્ટોલ ધારકો કેપ,હેન્ડ
ગ્લોવ્ઝ કે એપર્ન પહેર્યા વગર ચીજ વસ્તુઓ વેચી શકશે નહીં. ફુડ વિભાગ પાસે માત્ર ૧૬
ફુડ સેફટી ઓફિસર છે. એ તમામ સ્થળે તપાસ કરી શકશે કે કેમ? ફુડ વિભાગે ૧૪
મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરવા ખાતર કરી હોય એમ દેખાય છે.