અમદાવાદ,રવિવાર
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસે આયોજકો માટે અનેક સુચનો જાહેર કર્યા છે. જેમાં યોગ્ય પાર્કિગ વ્યવસ્થા, એન્ટ્રી એક્ઝીટ ગેટ પુરતા પ્રમાણમાં રાખવા તેમજ મેદાનની ક્ષમતા કરતા વધારે પાસ કે ટિકીટનું વેચાણ ન કરવા માટે સુચના આપી છે.
૧. નવરાત્રીના આયોજનની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે.
૨. પાર્ટી પ્લોટમાં એન્ટ્રી- એક્ઝીટના ગેટ યોગ્ય પ્રમાણમાં રાખવાના રહેશે. દરેક ગેટ પર સીસીટીવી કેમેરા લગાવવાની સાથે સિક્યોરીટીનો સ્ટાફ રાખવાનો રહેશે.
૩. ગરબાના આયોજકોએ સુરક્ષા માટે એક જવાબદાર વ્યક્તિની નિમણૂંક કરવાની રહેશે. જેને સુરક્ષા અનુસંધાનમાં તેમની જવાબદારી રહેશે અને તેની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
૪. પાર્ટી પ્લોટમાં ધુ્રમપાન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવાની રહેશે.
૫. આયોજકોએ બ્રેથ એનાલાઇઝર રાખવાનુ રહેશે અને શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી કરીને જરૂર પડે તે પોલીસની મદદ લેવાની રહેશે.
૬. પાર્ટી પ્લોટ અને પાર્કિગમા ંયોગ્ય બેરીકેડીંગ કરવું, પાર્કિગ પ્લોટમાં સીસીટીવી કેમેરા રાખવાના રહેશે.
૭.આયોજકો ક્ષમતા કરતા વધારે ટિકીટ-પાસનું વેચાણ કરશે તો જો આયોજકો વિરૂદ્ધ કાર્યવાહી થશે.
૮. પાર્કિગમાં આવતા વાહનોના નંબરની વિગતો રજીસ્ટ્રરમાં નોધવાની રહેશે.
૯. ગરબામાં અશ્લિલ ગીતો વગાડવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે. સાથેસાથે કોઇની ધાર્મિક લાગણી ન દુભાઇ અને કોઇ વાંધાજનક ડ્રેસ પહેરીને આવશે તો આયોજકોની જવાબદારી રહેશે. જેમાં ગુનો નોંધવા સુધીની કાર્યવાહી થશે.