Vadodara Navratri 2005 : મા શક્તિની આરાધનાના પર્વ નવલી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં આવેલા તમામ માઁઈ મંદિરોમાં ભક્તો દર્શનાથે ઉમટ્યા હતા. નવરાત્રિના નવ દિવસ સુધી માઁ-દુર્ગાના નવ સ્વરૂપોનું વિવિધ માઈ મંદિરોમાં પૂજન અર્ચન કરવામાં આવશે. ત્યારે, વડોદરા શહેરમાં ગાયકવાડી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કારેલીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે પણ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ અંગે મંદિરના પૂજારી બીરેન રમેશચંદ્રએ જણાવ્યું હતું કે, આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. શારદીય નવરાત્રીના નવદિવસ માઁ નવદુર્ગાના 9 સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે તથા નવ દિવસ માતાજીના ભક્તો માતાજીના જપ, તપ, અનુષ્ઠાન દ્વારા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તથા શ્રીફળ અને ચુંદડી બહુચરમાંને અર્પણ કરે છે. મા દરેકની મનોકામના પૂર્ણ કરે છે.