Dheerendra Shastri Navratri 2025: મધ્યપ્રદેશમાં શારદીય નવરાત્રિ દરમિયાન યોજાનારા ગરબામાં બિન હિન્દુઓને ગરબા મંડપમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી છે. આ મામલે બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જંપ લાવ્યો છે. તેમણે છતરપુરના લવકુશનગરમાં કહ્યું કે, જ્યારે આપણે મુસલમાનોની હજ યાત્રામાં નથી જતાં તો, તેઓએ અમારા માં દુર્ગાની આરાધના કરવા માટે ગરબા ઉત્સવમાં ન આવવું જોઈએ.
આ પણ વાંચો: સિંગર ઝુબિન ગર્ગ મામલે મોટા સમાચાર, બીજી વખત થશે પોસ્ટમોર્ટમ, આસામના CMનો નિર્ણય
પ્રવેશદ્વાર પર ગૌમૂત્ર મૂકવાની માંગના નિવેદનથી ભારે ચર્ચા
તેમણે આ મામલે ગરબા આયોજકોને પ્રવેશદ્વાર પર ગૌમૂત્ર મૂકવાની માંગ કરી છે. બાબા બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ છતરપુર જિલ્લાના રાજનગરના લવકુશનગરમાં માં બમ્બર બૈની માતાના દર્શન કરવા ગયા ત્યારે આ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદનની હાલમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે, અને તેમના નિવેદનનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો: ‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશું તે સ્વદેશી’
ભોપાલના સાંસદે પણ એક નિવેદન આપ્યું
નોંધનીય છે કે, મધ્યપ્રદેશમાં નવરાત્રિ દરમિયાન ગરબા પંડાલોમાં મુસ્લિમોના પ્રવેશને લઈને હોબાળો મચેલો છે. ત્યારે ભોપાલના સાંસદ આલોક શર્માએ પણ કહ્યું કે, કેટલાક લોકો હિન્દુ મહિલાઓને લલચાવવાનો ઢોંગ કરે છે. તેઓ હાથમાં પવિત્ર દોરા પહેરે છે અને તિલક લગાવે છે અને નવરાત્રિ દરમિયાન ગરબા મંડપમાં પ્રવેશ કરે છે, જોકે નવરાત્રિ એક હિન્દુ તહેવાર છે અને સનાતન ધર્મના અનુયાયીઓની આસ્થાનું પ્રતીક છે. એ નોંધવું જોઈએ કે વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા હિન્દુ સંગઠનો હિન્દુ ધાર્મિક કાર્યક્રમોમાં બિન-હિન્દુઓની હાજરીનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેઓ ‘લવ જેહાદ’ને રોકવા માંગે છે.