Nuh Violence: હરિયાણાના નૂંહમાં રવિવારે હિંસા થઈ હતી. ચોર પકડવા માટે આવેલી પોલીસ પર પથ્થરમારો થયો હતો. આ ટોળાએ આટલેથી જ ન અટકતાં પોલીસ પર ગોળીબાર કર્યો હોવાના પણ અહેવાલ મળ્યા છે. જેનાથી નૂંહમાં તણાવ સર્જાયો હતો. પથ્થરમારો કરનારા આરોપીના સમર્થક હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત લાગુ કર્યો છે. આરોપીના સમર્થકોએ પોલીસ પર ગેરકાયદે રાઈફલ્સ વડે ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસે જવાબી કાર્યવાહી હાથ ધરી હોવાના પણ અહેવાલ છે. પોલીસે આશરે 7-8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 90થી વધુ લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાંથી 30ની ઓળખ થઈ છે.
શું હતી ઘટના
આ ઘટના નૂંહના બિછૌરા ગામની છે. બિછૌરા ગામમાં પોલીસ એક ચોરને પકડવા માટે પહોંચી હતી. જ્યાં સ્થાનિક લોકોએ ઘરમાંથી બહાર નીકળી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ગોળીબાર પણ ચાલુ કર્યો હતો. પોલીસે પણ સામે કાર્યવાહી હાથ ધરતાં 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કરનારાઓએ માસ્ક પહેર્યું હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની હતી. પરંતુ તેઓ ગેરકાયદે હથિયાર ચલાવી રહ્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.