Gurpatwant Singh Pannun : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂ સામે નવો કેસ દાખલ ક્યો છે. પન્નૂ પર આરોપ છે કે, તેણે આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવતા રોકવા માટે ઈનામની જાહેરાત કરી હતી અને ભારત વિરુદ્ધ શીખ સમુદાયમાં અસંતોષ ફેલાવવાનું કામ કર્યું હતું.
પન્નૂનું PM અને લાલ કિલ્લા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન
NIAની FIR મુજબ, પન્નૂ પ્રતિબંધિત સંગઠન ‘સિક્સ ફોર જસ્ટિસ’ (SFJ)નો જનરલ કાઉન્સેલ છે. પન્નૂએ આ ધમકી 10 ઓગસ્ટે પાકિસ્તાનના લાહોરમાં ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમ દરમિયાન આપી હતી. વોશિંગ્ટનથી વીડિયો સંદેશમાં તેણે કહ્યું હતું કે, જે શીખ સૈનિકો વડાપ્રધાન મોદીને લાલ કિલ્લા પર તિરંગો ફરકાવતા રોકશે તેમને 11 કરોડ રૂપિયાનું ઈનામ મળશે.
આ પણ વાંચો : મેઘરાજાની વિદાય પહેલા IMDનું એલર્ટ, કોલકાતા સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી
પન્નૂએ શિખ સમુદાયમાં અસંતોષ ફેલાવવાનું કામ કર્યું
એફઆઈઆરમાં એવું પણ કહેવાયું છે કે, આતંકી પન્નૂએ કાર્યક્રમમાં ખાલિસ્તાનનો નવો નકશો રજૂ કર્યો હતો, જેમાં પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ ન હતો. તે બોલ્યો હતો કે, એસએફજે ભારત વિરુદ્ધ લડવા માટે શહીદ જત્થો બનાવશે. એનઆઈએએ કહ્યું કે, પન્નૂએ ભારતની સાર્વભૌમતા, પ્રાદેશિક અખંડિતતા અને સુરક્ષા વિરુદ્ધ ગતિવિધિઓમાં સામેલ હોવાનું દેખાડ્યું હતું અને તેણે શિખ સમુદાયમાં અસંતોષ ફેલાવવાનું કામ કર્યું છે.
પન્નુ વિરુદ્ધ UAPA હેઠળ કેસ દાખલ
પન્નુ વિરુદ્ધ ગેરકાનૂની ગતિવિધિઓ (રોકથામ) અધિનિયમ (UAPA) હેઠળ કેસ દાખલ કરાયો છે. આ સમગ્ર મામલાની ગંભીરતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા કાવતરાઓનો પર્દાફાશ કરવા માટે એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ‘ભાજપ ચૂંટણી કમિશનર, જજ, ઉપરાષ્ટ્રપતિ બદલી શકે, પણ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી’, સંજય રાઉતનો કટાક્ષ