વનથળ
નજીક અકસ્માતમાં દંપતી ખંડિત
પતી-પત્ની
વિઠલાપુર સાસરીમાં દીકરાઓને લેવા જતા હતા ત્યારે અકસ્માત નડયો
વિરમગામ –
વિરમગામ તાલુકાના વનથળ રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે
બાઈક સાથે ભેંસ અથડાતા ઝેઝરા ગામના પરિણીત યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે
અકસ્માતમાં પત્નીને ઇજાઓ પહોંચી હતી.
વિરમગામ
તાલુકાના ઝેઝરા ગામના કિરીટભાઈ જમોડ અને તેમના પત્ની જશીબેન જમોડ પત્નીની સારવાર
સારૃ બાઈક લઈ પાવાગઢ ચકલાસી સારવાર કરાવી પરત પિયર વિઠલાપુર દીકરાઓને લેવા જઈ
રહ્યા હતા. ત્યારે મેલડી માતાજીના મંદિર પાસે વંનથળ રોડ પર આવેલી નર્મદા કેનાલ
પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર અચાનક ભેંસ દોડીને આવતા બાઈક સાથે અથડાતા
બંને નીચે પડી ગયા હતા. જેમાં કિરીટભાઈને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ
પહોંચી હતી. રસ્તા પરથી પસાર થથાં રાહદારીએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮
એમ્બ્યુલન્સ મારફત બેભાન અવસ્થામાં કિરીટભાઇને વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે
સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે કિરીટભાઇને મરણ જાહેર કરેલ હતા.