Vadodara Visa Fraud : વડોદરા વિદેશ મોકલવાના નામે છેતરપિંડીના કિસ્સા અવારનવાર આવી રહ્યા છે ત્યારે સારાભાઈ કેમ્પસ વિસ્તારમાં આવેલી બીજા કન્સલ્ટન્ટની ઓફિસ સંચાલક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
નિઝામપુરાના અવધ ફ્લેટમાં રહેતા અને ખાનગી બેંકમાં ફરજ બજાવતા પરેશભાઈ મિસ્ત્રીએ પોલીસને કહ્યું છે કે મારે કેનેડા જવાનું હોવાથી મિત્ર મારફતે ગેડા સર્કલ પાસે એટલાન્ટિક ટાવરમાં આવેલી ઈજી માય ઈમિગ્રેશનની ઓફિસની સંચાલિકા પૂજા આહુજા સાથે ઓક્ટોબર 2023 માં મુલાકાત થઈ હતી.
પૂજા આહુજાએ મને 35 લાખમાં બે વર્ષના વકૅ પરમિટ અપાવવાની વાત કરી હતી અને છ મહિનામાં કામ થઈ જશે તેમ કહેતા મેં તેમને ફાઈલ આપી હતી. મને લિંક મોકલીને એક્ઝામ પણ અપાવી હતી જેમાં હું પાસ થયો હતો.
યુવકે કહ્યું છે કે, મેં પૂજા આહુજાને 6.83 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ તેમનો જોબ લેટર બોગસ હોવાને કારણે મારા વિઝા રદ થયા હતા. ત્યારબાદ મેં રકમ પરત માંગતા મને એક લાખ રૂપિયા પરત આપ્યા હતા. પરંતુ બીજી રકમ હજી સુધી આપી નથી. જેથી ગોરવા પોલીસે પૂજા આહુજા (કલ્પ ડિઝાયર,ગોત્રી,વડોદરા)સામે ગુનો દાખલ કર્યો છે.