Navkar Mantra Divas: નવકાર મંત્રનો ઈતિહાસ પણ જૈન ધર્મ જેટલો જ પ્રાચીન છે. મહારાષ્ટ્રની પેલ ગુફાઓમાંથી મળેલા શિલાલેખોમાં નમો અરિહંતાણં જેવા વાક્યો જુદી જુદી લિપિમાં જોવા મળે છે, જે નવકાર મંત્રની પહેલી પંક્તિ છે. પેલ ગુફાના જે શિલાલેખો પર આવા ઉલ્લેખ જોવા મળે છે, તે ઈસ. પૂર્વે 200થી 100 વચ્ચેના હોવાનું ઈતિહાસવિદો માને છે.
નવકાર મંત્રના સૌથી પ્રાચીન ઐતિહાસિક પુરાવા
એવું કહેવાય છે કે, ઈસ. પહેલીથી બીજી સદીના પહેલા 25 વર્ષ સુધી, એટલે કે કુષાણ અને શક યુગ વખતે આ મંત્રની પહેલી બે લીટી પ્રચલિત હતી. ત્યાર પછી પહેલીથી બીજી સદી વચ્ચેના હાથીગુમ્ફા શિલાલેખોમાં નવકાર મંત્રની પહેલી બે પંક્તિ નમો અરિહંતાણં અને નમો સવ્વે સિદ્ધાણંથી શરૂ થાય છે. ત્યાં પણ બાકીની પંક્તિઓ નથી. આ શિલાલેખો કલિંગના જૈન રાજા ખારવેલે તૈયાર કરાવ્યા હતા.
આ પણ વાંચોઃ નવકાર મહામંત્ર દિવસ: અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ, 25 હજાર જૈનો એકસાથે નવકાર મંત્રનો જાપ કરી બનાવશે રેકોર્ડ
ઈતિહાસ એમ.એ. ઢાકીના સંશોધન પ્રમાણે, આ બે પંક્તિનો ઉપયોગ લેખિત કૃતિઓ અને ધાર્મિક વિધિમાં શુભ શરૂઆત એટલે કે મંગળા તરીકે થતો હતો.
णमो શબ્દ સમયાંતરે નમોમાં અપભ્રંશ થઈ ગયો
એ યુગમાં મોટા ભાગે પ્રાકૃત અને માગધી ભાષાનું પ્રચલન હતું. તેથી શિલાલેખો પણ એવી જ ભાષા જોવા મળે છે. એટલે પ્રાકૃત ભાષાનો णमो શબ્દનો વ્યાપક ઉપયોગ થયાના પુરાવા જોવા મળે છે. જો કે, હાલ મોટા ભાગના શ્વેતાંબર જૈનો નમો શબ્દનો ઉપયોગ કરે છે. તેનું કારણ એ છે કે, શ્વેતાંબર શાસ્ત્રોમાં તીર્થંકરોના ઉપદેશ અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં છે અને શ્વેતાંબરો તેને મૂળ સ્વરૂપનો મંત્ર માને છે.
આ પણ વાંચોઃ નવકાર મંત્રનો ઉપયોગ આત્મશુદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ માટે થાય છે, જાણો તેની નવ અદભૂત વિશેષતા
એવી જ રીતે, દિગંબરો માને છે કે, તીર્થંકરો જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બોલતા નથી. તેમના ઉપદેશની પણ કોઈ ચોક્કસ ભાષા હોતી નથી. તેઓ મોટા ભાગના દિગંબરો મહારાષ્ટ્રીય પ્રાકૃતમાં લખાયેલા નવકાર મંત્રને णमो શબ્દ સાથે વાંચવાનું પસંદ કરે છે.