– રાજ્યના ગરમ શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર બાદ રાજકોટની સાથે ભાવનગર ત્રીજા સ્થાને
– 24 કલાકમાં ગરમીનો પારો 4 ડિગ્રી ઉંચકાઈ જતાં સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું, અંગ દઝાડતા તાપથી નગરજનો હાશતોબા પોકારી ગયા : આજથી ત્રણ દિવસ જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાના સંકેત
ભાવનગર : ૪૨.૨ ડિગ્રી સાથે ભાવનગરના આભમાંથી અગનવર્ષા વરસી હતી. સિઝનમાં પ્રથમ વખત ગરમીનો પારો ૪૨ ડિગ્રીને વટાવી જતાં અંગ દઝાડતા તાપથી નગરજનો હાશતોબા પોકારી ગયા હતા. કાળઝાળ ગરમીના કારણે બપોરે ઘરની બહાર નીકળવું દુશ્વાર બની ગયું હતું.