વાહનવ્યવહાર
પૂર્વવત થતાંં રાહદારીઓએ રાહત
જર્જરીત
ક્રોઝવેની જગ્યાએ નવો મેજર બ્રિજ મંજૂરી મળતાં દિવાળી પછી કામગીરી હાથ ધરવામાં
આવશે
લીંબડી –
લીંબડી તાલુકામાં આવેલા ગેડીથી પરનાળાને જોડતાં રોડ પરનો
જૂનો અને જર્જરિત ક્રોઝવે થોડા સમય પહેલાં ઉપરવાસમાં પડેલાં ભારે વરસાદના કારણે
તથા ભોગાવો નદીના ઓવરફ્લો થવાથી ક્રોઝવેનો અમુક ભાગ ધોવાઈ ગયો હતો.
નદીના
પાણીના કારણે પંચાયત માર્ગ અને મકાન વિભાગ-સુરેન્દ્રનગર હેઠળનો રોડ ધોવાઇ જતાં
આસપાસના આઠ ગામોના ગ્રામજનોને તથા કામદારોને વાહનવ્યવહાર આવાજવામાં ભારે મુશ્કેલી
વેઠવી પડી રહી હતી. જેને લઈને પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ લીંબડી દ્વારા તાત્કાલિક
ધોરણે ક્રોઝવેનું સમારકામ કરીને વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરવામાં આવતાં ગ્રામજનો ને હળવાશ અનુભવી હતી.
તેમજ
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જર્જરિત કોઝવેની જગ્યાએ નવો મેજર
બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જે વિભાગ દ્વારા નવા મેજર બ્રિજની કામગીરી
દિવાળી બાદ શરૃ કરવામાં આવશે.